– કારેલાંનાં પાંદડાંનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે.
– ઘણા બધા લોકો કારેલાનું નામ સાંભળીને મોઢું બગાડી નાખે છે પછી ખાવાની વાત તો કરવી જ ક્યાં, કારેલાં કડવા હોવાથી લોકો તેનું શાક ખાતા નથી, પરંતુ કારેલાં શરીર માટે લાભદાયક હોય છે. જેવી રીતે આપણને સ્વસ્થ રહેવા માટે ખાટા, મીઠા, તીખા વગેરે રસ જરૂરી છે તેમ કડવો રસ પણ શરીર માટે જરૂરી છે. કારેલાં ખાવાથી વાત, પિત્ત, વિકાર, પાંડુ, મધુપ્રમેહ અને કૃમિનાશક હોય છે. મોટા કારેલાં ખાવાથી પીળિયો, મધુપ્રમેહ અને આફરો ચડતો હોય તો રાહત મળે છે. મોટા કારેલાંની તુલનામાં નાના કારેલાં વધારે ગુણકારી હોય છે. તેમાં લોહ, ફોસ્ફરસ તથા થોડી માત્રામાં વિટામીન સી પણ હોય છે. નાના કારેલાંમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે.
કારેલાંના કેટલાક ઉપયોગ નીચે પ્રમાણે છે.
– ૫૦ ગ્રામ કારેલાંનો રસ દરરોરજ થોડાક દિવસો સુધી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી વિકાર નાશ પામે છે.
– કારેલાનાં પાંદડાનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે.
– કારેલાંનાં પાંદડાના રસની પગના તળિયામાં માલિશ કરવાથી પગની બળતરા મટે છે.
– કારેલાંનો એક કપ રસ પીવાથી કબજીયાત મટે છે.
– ૫૦ ગ્રામ કારેલાંનાં પાનના રસમાં થોડી હીંગ ભેળવી પીવાથી પેશાબ ખૂલીને આવે છે અને મૂત્રઘાત દૂર થઈ જાય છે.
– કારેલાંનું શાક ખાવાથી અને તેનો રસ થોડા દિવસો સતત પીવાથી મૂત્રાશયની પથરી તૂટી જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
ડાયાબીટીસ કાબુમાં રાખનાર – કારેલા
પરિચય :
ગુજરાત અને ભારતમાં કારેલા (કારવેલ્લક, કરેલા/કરેલી) ને કારેલી બંને સારા પ્રમાણમાં થાય છે. મોટા લાંબા ફળવાળું કારેલું અને નાના કદની કારેલી, કારેલું ઓછું, જયારે કારેલી વધુ કડવી હોય છે. કારેલીનાં વેલા થાય છે. પ્રાયઃ કારેલા મોટા ફળવાળાં, અંદરથી વધુ સફેદ અને ઓછા કડવા હોય છે. બહારથી તે આછા લીલા રંગના, ખરબચડી સપાટીનાં થાય છે. કારેલી વધુ લીલા રંગની, વધુ કડવી, ફળ નાનું હોય છે. કારેલાના ફળ કાચા હોય ત્યારે અંદર સફેદ ગોળ, ચપટાં બી હોય છે. કારેલું પાકે ત્યારે અંદરનો ગર્ભ લાલ થઈ જાય છે. અને બી વધુ સખત બની જાય છે. પાકું કારેલું બહારથી પીળું પડી જાય છે. કારેલા આપણું પ્રિય શાક છે. આજકાલ તે ડાયાબીટીસમાં ખાસ વધુ વપરાય છે.
ગુણધર્મો :
કારેલાં – સ્વાદે કડવા, તીખા, ખારા અને ગુણમાં હળવા, વાયુકર્તા, પિત્તશામક, ત્રિદોષનાશક, જઠરાગ્નિવર્ધક, રૂચિકર્તા, પાચનકર્તા, પેશાબ લાવનાર, ઉત્તેજક, રક્તશુદ્ધ કર્તા, જખમ રૂઝાવનાર, નેત્રને હિતકર, માસિકસ્ત્રાવ જન્માવનાર, ધાવણ શુદ્ધકર્તા અને કૃમિ, તાવ, ગોળો, ઉદરશૂળ, વ્રણ દાહ, પીડા, પાંડુ, પ્રમેહ, મધુપ્રમેહ, કોઢ, ખાંસી, શ્વાસ, અરૂચિ, કફદોષ તથા કમળો મટાડે છે. કારેલી : કારેલા જેવા જ ગુણો ધરાવવા ઉપરાંત તે વધુ કડવી, ગરમ, પથ્યકર, વાયુકર્તા અને અરૂચિ, કૃમિ તાવ તથા કોઢનો વિશેષ નાશ કરે છે. દવામાં ફળ લેવાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) પિત્ત (ગરમી) વિકાર : કારેલીનાં પાનના રસમાં સાકર તથા ઘી ૧ ચમચી નાંખી પીવું. પિત્તની ઊલટી કરવી હોય, તો કારેલીનો રસ એકલો પીવો. કદીક તેથી ઝાડા-ઊલટી બંને થાય છે.
(૨) ઠંડી શરદીનો તાવ : કારેલી કે કારેલાના પાનના રસમાં જીરું તથા મધ નાંખીને પીવું. (૩) રતાંધતા : કારેલી કે કારેલાના પાનના રસમાં કાળ મરી ઘસીને આંખમાં રોજ સાંજે આંજવું.
(૪) કૉલેરા : કારેલીનો રસ કાઢી, તેમાં તલનું તેલ ઉમેરી પી જવું.
(૫) દૂઝતા હરસ : કારેલી – કારેલાના પાન કે ફળના રસમાં સાકર નાંખી પીવું.
(૬) પેશાબ ન થવો (મૂત્રાઘાત) : કારેલના પાનના ૩૦ ગ્રામ રસમાં ૧ ગ્રામ હિંગ ભૂકી નાંખી પીવાથી પેશાબ ઊતરશે.
(૭) ડાયાબીટીશ : કારેલાનો પાઉડર કે તેનો રસ, જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ચૂર્ણ મિશ્ર કરી, મધ ઉમેરી રોજ બે વાર લેવું.
(૮) બરોળ (સ્પ્લીન) વધવી : કારેલાના રસમાં થોડી રાઈ તથા મીઠું મેળવી રોજ સવાર-સાંજ પીવું.
(૯) હરસ : કારેલાનું શાક રોજ ખાવું અને કારેલાની ચટણી હરસ પર રોજ લગાવવી.
(૧૦) અમ્લપિત્ત : કારેલાના પાન કે ફૂલથી ઘી સિદ્ધ કરી, તે રોજ ૧-૧ ચમચી સાકર સાથે લેવું.
(૧૧) કિડની કે મૂત્રાશયની પથરી : કારેલાનો રસ ૧૫ થી ૩૦ ગ્રામ લઈ, તેમાં દહીં મેળવીને ૩ દિન આપો. પછી ૩ દિન પ્રયોગ બંધ રાખી, ફરી ૪ દિન આપો.
(૧૨) કફ – શરદી : કારેલાના પાન કે સૂકા કારેલાનો ઉકાળો કરી, તેમાં થોડી સૂંઠ, હળદર તથા મધ ઉમેરી ગરમ ગરમ પીવો.