બહુમૂલ્ય ઔષધી : કેતકી-કેવડો
કેતકીની વાડો થાય છે. જંગલ ખાતાવાળા સીમાંકન માટે કેતકીની હાર લગાડે છે. તેના પાન જાડા, નીચેથી પહોળા અને ઉપર સાવ સાંકડા થઈ જાય છે. પાનની ધાર કાંટાવાળી કાંગરી ધરાવે છે. મધ્યમાંથી લાંબો દાંડો નીકળે છે જેના ઉપર ફૂલ થાય છે.
જેમને ખૂબ ખંજવાળ આવે તે કેતકીના પાનનો રસ શરીરને ચોળે. વધુ પડતી બળતરા થાય તો છાણ ચોળી લેવું.
તેના મૂળનો ઉકાળો ઉપદંશ, પરમિયો અને ગંડમાળામાં સાકર સાથે અપાય છે.
કેવડાનું ઝાડ ખજૂરના ઝાડ જેવું, વાંકુ વળી ગયેલું અને તેમાંથી વાંકી-ચૂંકી શાખાઓવાળું હોય છે. તેને કાંટાની કાંગરીવાળા, પીળાશ પડતા, લાંબા સુગંધી પુષ્પપત્રોવાળું ફૂલ થાય છે. કેવડાત્રીજને દિવસે કેવડાનું ખૂબ મહત્વ હોય છે. તેની બે જાત છે : સ્ત્રી અને પુરુષ.
તેનો રસ કડવો, તીખો અને મીઠો છે. તે તાસીરે ગરમ નથી. તે હલકી, ચીકણી અને ત્રિદોષહર છે. તે અગ્નિમાંદ્ય, અજીર્ણ, પ્રમેહ, ચામડીના રોગ, વિબંધ વગેરે મટાડે છે.
કેવડાના મૂળ પાણીમાં ઘસી સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
કેવડાંના મૂળ બાફી તેનો રસ કાઢી સાકર સાથે લેવાથી પ્રમેહ મટે છે