વાયુ, કફદોષ તથા હ્રદયરોગની સુંદર ઔષધિ – કેરડો
પરિચય :
કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગરમ – રેતાળ પ્રદેશોમાં વડ વર્ગની ગુલ્મ પ્રકારની આ વનસ્પતિ કેરડો (કરીર, કરીલ)નાં ઝાડ ૪ થી ૧૦ ફુટના નાના ઝાડરૂપે થાય છે. તેનું થડ સીધું અને છાલ જાડી, ધૂળિયા રંગની, ઊભાં – લાંબા ચીરાવાળી હોય છે અને તે થડ અસંખ્ય શાખાવાળું હોય છે. તેની પર પાન થતાં નથી, એ તેની ખાસયિત છે. તેની પર સૂક્ષ્મ ગુલાબી રંગના નાના ફુલો ગુચ્છામાં વસંત ઋતુમાં થાય છે. ઉનાળામાં તેની પર વટાણા જેવડા નાનાં, લીલા રંગના ફળ થાય છે, જેને ‘કેરડા‘ કહે છે. જેમ તાપ પડે તેમ ફળમાં કડવાશ, ખટાશ, મીઠાશ તથા તીખાશ વધે છે. લીલા – તાજા કેરડાનું તથા તેનાં ફૂલનું શાક તથા અથાણું બને છે. કચ્છ – સૌરાષ્ટ્રમાં કરેડાનું અથાણું વધુ પ્રચલિત છે.
ગુણધર્મો :
કેરડો – સાવદે તીખો, તૂરો; રૂચિકર, સ્વાદિષ્ટ અને આફરો, હરસ, કૃમિ, વિષ, શ્વાસ, આમદોષ, શરદી, સોજો, પેટનું શૂળ, હ્રદયની નબળાઈ તથા હ્રદયની નળીનો અવરોધ (બ્લોકેજ) અને ત્વચા રોગને મટાડે છે. કેરડાં (ફળ) સ્વાદે કડવાં, તીખાં, તૂરા અને મધુર; ગુણમાં ગરમ, ગ્રાહી, વિકાસી, કફ તથા વાયુદોષનાશક, હ્રદયના સોજા તથા તેની મંદગતિ અને હ્રદયનીનળી બંધ થવી તથા સ્લીપ ડીસ્ક (ગરદન જકડાવી) રોગ માટે ખાસ લાભપ્રદ છે. કેરડાનું અથાણું આમદોષ, મંદાગ્નિ, જૂનો આમાતિસાર, બરોળની ગાંઠ, સ્લીપ ડીસ્ક, મણકાંની પીડા, કેડની વાયુપીડા તથા ચરબી પ્રધાન હ્રદયરોગ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :