પેટનાં દર્દો તથા હાથીપગું મટાડનાર – કાંકચ (કાંગચા)
પરિચય :
ગુજરાતના પંચમહાલ, મહારાષ્ટ્ર, બંગાળના ગરમ પ્રદેશોમાં લાંબા વેલારૂપ થનાર ‘કાંકચ‘ (લતા કરંજ, કરંજવા, કાંટા કરંજ) કાંટાવાળી અનેક શાખા ધરાવનાર વનસ્પતિ છે. તેના પર સંયુક્ત, સરસ, લંબગોળ પાન થાય છે. પાનની જોડ વચ્ચે તીક્ષ્ણ કાંટા હોય છે. તેના પર પીળા ફૂલ અને અનેક કાંટાવાળી પહોળી શીંગ થાય છે. દરેક શીંગ (કળી)માં ૧, ૩ કે ૪ મધ્યમ બોર જેવડા, ખૂબ જ સખત કોચલાવાળા રાખોડી રંગના ફળ થાય છે. તેને ‘કાંચકા‘ કે ‘કાંગચા‘ કહે છે. આ ફળનું પડ તોડતાં અંદરથી સફેદી પડતા પીળા રંગનો કડવો ગર્ભ (ગોટો) નીકળે છે. જેને શેકીને દવામાં વાપરવામાં આવે છે. દવામાં કાંકચનાં મૂળ, પાન અને મીંજ વપરાય છે.
ગુણધર્મો :
કાંકચ (કાંચકી) તૂરી, કડવી, ગરમ અને શોષક છે. તે કફ, પિત્તના હરસ, શૂળ, સોજો, આફરો, જખમ, પ્રમેહ, કોઢ, કૃમિ, લોહી, દૂઝતા હરસ, વાયુના હરસ, રક્તદોષ, ટાઢિયો તાવ, પેટનું શૂળ તથા પ્રસૂતાનો તાવ મટાડે છે. તે ઉષ્ણવીર્ય, પાચનકર્તા, યકૃત ઉત્તેજક, વાયુની સવળી ગતિ કર્તા, રેચક, ગર્ભાશય ઉત્તેજક, મૂત્રલ અને શ્વાસનાશક છે. તેનાં મીંજ (કાંગચા) ઉષ્ણવીર્ય, રૂક્ષ, ભૂખવર્ધક, સંકોચક, બળવર્ધક, પેટનું શૂળ, સોજા, તરિયા તાવ, ગોળો શ્વાસ, આફરો, વાયુ વિકાર, ચામડીના રોગ, વ્રણ, અંડવૃદ્ધિ તથા શ્વેતપ્રદર રોગ મટાડે છે.?
ઔષધિ પ્રયોગ :