અનેક રોગનાશક : ગર્ભપ્રદ ઉપયોગી ઔષધિ – સાગ
પરિચય :
ગુજરાતમાં આખા ગિરનારના જંગલોમાં સાગ (દ્વારદારુ, શ્રેષ્ઠકાષ્ઠ/સાગી, સાગવાન)નાં અસંખ્ય વૃક્ષો થાય છે. સાગનું લાકડું ખૂબ કઠણ હોઈ, તે ઈમારતી તથા ફર્નિચર કામમાં ખૂબ વ્યાપકપણે વપરાય છે. સાગના ઝાડ ૨૦ થી ૧૫૦ ફીટ જેટલા ઊંચા ને સીધા થાય છે. એની ડાળીઓ-થડ બધા સફેદ રંગના હોય છે. સાગના પાન લગભગ દોઢ ફુટ લાંબા-પહોળાં હોય છે. આ પાનને હાથમાં રાખી ચોળવાથી લાલ રંગ હાથે લાગે છે. ઝાડની ડાળીઓના છેડે ફૂલના પુષ્પ મંડપો થાય છે. સાગના ફૂલ અનેક સંખ્યામાં સફેદ રંગના, સીધા અને રુંવાટીદાર હોય છે. ઝાડ પર ૦.૫ સે. મી. વ્યાસના, રુંછાળા, બહારથી કોમળ અને અંદરથી કઠણ, ભૂરા રંગના અને પ્રાયઃ ખાંચાવાળા ફળ થાય છે. ઉનાળામાં ઝાડના પાન ખરી જાય છે. પુષ્પો વસંતમાં અને ફળનો બીજકાળ જેઠ માસ છે.
ગુણધર્મો :
સાગનું ઝાડ, તૂરું, શીતળ, ગર્ભસંધાનકર તથા ગર્ભપાતને અટકાવી તેને સ્થિર કરનાર અને રક્તપિત્ત, હરસ, વાયુ, પિત્ત (ગરમી), ઝાડા, સોજા, કૃમિ, કોઢ, પ્રમેહનાશક છે. સાગના ફૂલ-કડવા, તૂરાં, લૂખા, વિશદ, હળવા, મૂત્રલ, વાતપ્રકોપ પણ કફ-પિત્ત અને પ્રમેહ-નાશક છે.� ઝાડની છાલ મધુર, લુખી, તૂરી, પિત્ત તથા કફનાશક, સ્તંભક અને સોજાનાશક છે. ઝાડના મૂળ-અલ્પમૂત્ર તથા પેશાબની અટકાયતનાશક છે. ઝાડનું લાકડું તૂરું, શીતળ, મૃદુરેચક, ગર્ભવતી અને ગર્ભાશય માટે શામક, પિત્તવિકાર, હરસ તથા ઝાડા મટાડે છે. ફળના બીજ મૂત્રલ છે. બીજમાંથી પ્રાપ્ત થતું તેલ કેશવર્ધક અને ખુજલીનાશક છે. પાન-પિત્તશામક, રક્તસ્ત્રાવ અટકાવનાર અને સૂક્ષ્મ રક્તવાહિનીઓને સંકોચનાર છે.
ઔષધિ પ્રયોગ :