પેશાબના દર્દોમાં અકસીર – વાંસ
કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન)
પરિચય :
ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે છે. તેની પર લાંબા શ્વેત લાલ-વર્ણના એકલિંગી પુષ્પો આવે છે. તેની પર પોણો ઇંચના લંબગોળ, દેખાવમાં જવ જેવા ફળ થાય છે. નરવાંસ નક્કર અને માદા વાંસ પોલા હોય છે. માદા વાંસના પોલાણમાં કે તેની ગાંઠમાં સફેદ દૂધ જેવો રસ સૂકાઈને કાંકરા જેવો, પતરીદાર બને છે. તેને ‘વંશલોચન‘ કે ‘વાંસ-કપૂર‘ કહે છે. આયુર્વેદમાં તે ખાસ વપરાય છે. ગુણધર્મો :
નક્કર વાંસ : સ્વાદે, ખાટો, તૂરો, કડવો, શીતળ, સારક, મૂત્રાશય શુદ્ધકર્તા, છેદન તથા દોષભેદક, કફહર તથા પિત્ત, દાહ, મૂત્રકૃચ્છ, પ્રમેહ, હરસ, રક્તવિકાર, કોઢ, વ્રણ તથા સોજાનાશક છે. પોલો (માદા)વાંસ – રૂચિકર, પાચક, ભૂખવર્ધક તથા હ્રદયને હિતકર અને અજીર્ણ, શૂળ તથા પેટના ગોળાનો નાશ કરે છે. બાકીનાં ગુણો નક્કર વાંસ જેવા સમજવા. વાંસકપૂર (વંશલોચન)� – સ્વાદે મધુર, તુરુ, રૂક્ષ, શીતળ, રક્ત શુદ્ધિકર, શુભકર્તા, ગ્રાહી (સંકોચક), વીર્ય-ધાતુવર્ધક, વૃષ્ય તથા બલપ્રદ છે. તે ખાંસી, શ્વાસ, ક્ષય, રક્તપિત્ત, અરૂચિ, કોઢ, તાવ, કમળો, પાંડુ, દાહ, વાયુ અને પિત્તનો નાશ કરે છે.
નોંધ : વાંસકપૂરમાં બીજું નકલી પણ ખૂબ વેચાય છે. બંનેના ભાવમાં ઘણો ફેર રહે છે.
ઔષધિ પ્રયોગ :