મંદપાચન, પેટના દર્દોની અકસીર ઔષધિ – લીંડીપીપર, પીપરીમૂળ
પરિચય :
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ગણદેવી-સુરત-મરોલી તરફ લીંડીપીપર ( પિપ્પલી, પીપલ છોટી, ગ્રંથિક, પીપલામૂલ) ખાસ થાય છે. તેના બહુવર્ષાયુ વેલા થાય છે. તેના પાન નાગરવેલના પાનને અદ્દલ મળતા આવે છે. ફકર તેમાં એટલો છે કે લીંડીપીપરના ડીંટડાં પાસે ખાંચા હોય છે. જે નાગરવેલના પાનને હોતા નથી. શાખાની ઉપરના મોટા અને પહોળા તથા પાંચ-સાત નસોવાળા અને લાંબા ડીંટડાવાળા હોય છે. પાન ખૂબ સુંવાળા, ચીકણાને અણીદાર હોય છે. તેની પર એકલિંગી પુષ્પદંડ ૧-૩ ઈંચ લાંબો અને સ્ત્રી પુષ્પદંડ અર્ધો ઈંચ લાંબો હોય છે. વેલ પર આંગળીના વેઢા જેવડી લાંબી (એક થી પોણો ઈંચ), કાચા શેતૂર ફળ જેવા, બારીક, ગ્રંથિઓ કે દાણાવાળી સપાટીનાં કોઠામાં ૨-૨ ફળ (લીંડીપીપર) સૂતળીથી જરા જાડા કદના થાય છે. આ લીંડીપીપર પાકે ત્યારે લીલા રંગની તથા સૂકાયેથી કાળાશ પડતા લીલા રંગની થાય છે. આ વેલ પર ઠેકઠેકાણે નાની ગાંઠો હોય છે. તેના મૂળ કાપીને, નાના ટુકડાં કરી ‘ગંઠોડા‘ કે ‘પીપરીમૂળ‘ તરીકે બજારમાં વેચાય છે.
ગુણધર્મો :
લીંડીપીપર તીખી, કડવી, તીક્ષ્ણ, જઠરાગ્નિવર્ધક, હળવી, પાચનકર્તા, ગરમ, સ્નિગ્ધ, કામોત્તેજક, દોષભેદનકર્તા, હ્રદયને પ્રિય, રસાયન અને વાત-કફદોષ, દમ, ખાંસી, ક્ષય, તાવ, અરૂચિ, કોઢ, ગોળો, હરસ, પ્રમેહ, બરોળ, પેટના દર્દો, આમદોષ, કૃમિ, અજીર્ણ, પાંડુ, કમળો તથા શૂળનાશક છે. ગંઠોડા (પીપરીમૂળ) સ્વાદે તીખા-મધુર, રૂચિકર, પિત્તવર્ધક, ગરમ, લૂખા, ભેદક, જઠરાગ્નિવર્ધક, હળવા અને આમદોષ, શૂળ, ગુલ્મ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ઉધરસ, આફરો, કફોદર, વાતોદર તથા અનિંદ્રા અને લો બ્લડપ્રેશર મટાડે છે.
ઔષધિ પ્રયોગ :