ઝાડા – મરડો અને ઉદરશૂળની ઔષધિ – મરડાશીંગી
પરિચય :
ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાનો, પહાડી તથા જંગલોમાં ૮ થી ૯ ફીટ ઊંચાઈના મરડાશીંગી (આવર્તકી, મેષશ્રૃંગી, મરોડફલી)ના ઝાડ થાય છે. તેના પાન ગોળાકાર, ૨ થી ૪ ઈંચ લાંબા, અને ૨ થી ૩ ઈંચ પહોળા હોય છે. તેની પર લાલ રંગના ફૂલ થાય છે. તેની ઉપર ૧ થી ૨ ઇંચ લાંબી દોરડા જેવી વળદાર પેન્સિલથી પાતળી શીંગો ગુચ્છામાં આવે છે. શીંગો કાચી હોય ત્યારે લીલા રંગની પણ પાકી કે સૂકાયેલી કાળા-ઘૂસર રંગની થાય છે. આ વનસ્પતિની ફળી (શીંગ) આયુર્વેદમાં ઝાડા-મરડાની દવારૂપે ખાસ વપરાય છે. સારા ગાંધીને ત્યાં આ શીંગો (મરડાશીંગ) વેચાતી મળે છે.
ગુણધર્મો :
મરડાશીંગી સ્વાદે મધુર, કડવી, તીખી, વાયુકર્તા, લૂખી, પચ્યેથી કડવી, ભૂખવર્ધક, ગ્રાહી (ઝાડો બાંધનારી), પૌષ્ટિક અને કફનાશક છે. તે ખાંસી, શ્વાસ, નેત્રશૂળ, વ્રણ, કોઢ, પ્રમેહ, કૃમિ, વિષ, ઝાડા, મરડો, કર્ણસ્ત્રાવ તથા તાવ મટાડે છે. તે કફ અને વીર્યવર્ધક, પ્રાણકારક, ઐશ્વર્યકર્તા, બલપ્રદ, રક્તશુદ્ધિકર અને ભારે છે. મરડાશિંગ મર્ચ્છા, રક્તપિત્ત, તૃષા, ક્ષય તથા રક્તદોષ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :