ખાંસી, શ્વાસ-પથરીની સુલભ ઔષધિ – ભોરીંગણી
પરિચય :
ભોરીંગણી (કંટકારી, કટેલી) નામે ગુજરાતમાં ખૂબ જાણીતી અને સર્વત્ર મળતી વનસ્પતિની બે જાતો છે. ઊભી અને બેઠી. તેમાં ઊભી જાતનાં ૪ ફૂટ થી ૧૦ ફૂટનાં છોડ થાય છે. તેનાં છોડ (છાતલા) જમીન ઉપર પથરાય છે. તેનાં વેલા ૨ થી ૪ ફૂટ લાંબા વધે છે. છોડને પીળા રંગના તીક્ષ્ણ ઘણાં કાટાં ડાળી અને પાનમાં હોય છે. પાન લાંબા, કિનારીથી કપયેલાં અને કાંટાવાળાં થાય છે. તેની પર ફિક્કાં કે ઘેરા જાંબલી રંગના ફૂલ આવે છે. તેની પર નાની લખોટી જેવડાં ફળ થાય છે. ફળ કાચા હોય ત્યારે લીલા રંગના તથા સફેદ રેખાવાળા, પણ પાક્યેથી પીળા રંગના, ગોળ, નાની સોપારી જેવડાં થાય છે. ફળમાં સૂક્ષ્મ ઘણાં બી થાય છે. ભોરીંગણી આયુર્વેદની શરદી, ખાંસી, દમની અનેક દવામાં ખાસ વપરાય છે.
ગુણધર્મો :
બેઠી (નાની) ભોરીંગણી કડવી, તીખી, ગરમ લૂખી, હલકી, સારક (ઝાડો પેશાબ લાવનાર) પાચનકર્તા અને કૂતરાના ઝેરને મટાડનાર છે.
ઔષધિ પ્રયોગ :