ઝાડા-મરડાનું સસ્તું ઔષધ – બીલી
પરિચય :
હિંદુઓ શંકરના શિવલિંગની બીલીપત્ર ચડાવીને પૂજા કરે છે. પ્રાયઃ શિવ મંદિરોના પ્રાંગણમાં બીલી (બિલ્વવૃક્ષ, બેલ કા પેડ)ના ઝાડ હોય છે. ગુજરાતના વન-જંગલોમાં પર્વતોમાં તથા નદી કાંઠે તે સ્વયંભૂ થાય છે. તેનાં વૃક્ષો ૨૫ થી ૩૦ ફુટ ઊંચા હોય છે, અને ૧ ઈંચ મોટા કાંટા બધી ડાળીઓ પર હોય છે. તેના પાંદડા ત્રણ ત્રણની જોડમાં (ત્રિશૂલની જેમ) ઉગે છે. તે જરાક કડછી-મીઠી વાસવાળા હોય છે. તેની પર સફેદાશ પડતા લીલા રંગના ૪-૫ પાંખડીવાળા, ૧ ઈંચ પહોળા અને મધ જેવી ગંધવાળા પુષ્પ આવે છે. તેની પર ૩ થી ૮ ઈંચના ગોળ, ઉપર લાકડા જેવી કઠણ જાડો છાલવાળા (કોઠાફળની જેમ), અંદર સફેદ-પીળા રંગનો ગર્ભ થાય છે. ગર્ભમાં જરા લાંબા સફેદ બી હોય છે. બીલીનો ગર્ભ પાકે ત્યારે મધુર-પીળો સ્વાદિષ્ટ અને સુગંધી થાય છે. બીલીના પાન, મૂળ, છાલ અને ગર્ભ દવામાં ખાસ વપરાય છે.
ગુણધર્મો :
બીલી મધુર, તૂરી, કડવી અને તીખી છે. ગુણમાં તે ભારે, સ્નિગ્ધ, ભૂખવર્ધક-પાચનકર્તા, ઝાડા-પેશાબને અટકાવનાર (ગ્રાહી), ઉષ્ણવીર્ય, કફ-વાત શામક, હ્રદય માટે હિતકર, રક્તસ્તંભક, પેશાબ અને તેની અંદરની સાકર ઘટાડનાર, કટુ પૌષ્ટિક છે. તે ઝાડો, મરડો, લોહીના ઝાડા, મધુપ્રમેહ, શ્વેતપ્રદર, અતિ માસિકસ્ત્રાવ, વાયુના ઝાડા તથા તાવ, ઉદાસીનતા, નિદ્રાનાશ અને ગાંડપણમાં લાભ કરે છે. બીલીનાં પાન વાયુનાશક અને ગ્રાહી (સંકોચક) છે. બીલીનાં પાકેલાં ફળ મધુર, તુરાં, કડવાં, તીખાં; ઝાડો અટકાવનાર (ગ્રાહી) ગરમ, ભારે વાયુ કર્તા અને મંદાગ્નિકર્તા છે.
ઔષધિ પ્રયોગ :