દંતરોગમાં ઉત્તમ – બાવળ
બાવળને કોણ નહિ ઓળખતું હોય ? રોજ સવારે બાવળના દાતણ કરવાની મજા જેણે માણી હશે તે બાવળને કદાપિ નહીં ભૂલે.
બાવળનો રસ તૂરો, તાસીરે ઠંડો, ગુણમાં ભારે, લૂખો, કફ-પિત્તશામક, રક્તરોધક, વ્રણરોપણ, સ્તંભક, સંકોચક, કૃમિધ્ન, મૂત્રલ, બલ્ય અને વિષધ્ન છે.
બાવળની છાલમાં તાજું કલોરોફીલ પ્રચુર પ્રમાણમાં છે. તેથી તાજું દાતણ કરવાથી મુખશુદ્ધિ થાય, મોંની ચીકાશ દૂર થાય, મોંની દુર્ગંધ મટે, જંતુ અને સડો અટકે, દાંત મજબૂત બને અને તેના રોગો દૂર થાય છે.
સગર્ભા સ્ત્રી બાવળના સૂકા કે લીલાં પાન ચાવીને ખાય તો બાળક ગોરું આવે છે, મા-બાપનો રંગ શ્યામ હોય છતાં આ પ્રયોગ કરનારને રૂપાળા સંતાનનો લાભ મળે છે.
બાવળનો ગુંદર પૌષ્ટિક અને ઠંડો છે. પ્રદર, અશક્તિ, કેડનો દુઃખાવો, લોહીની ઓછપ, ચક્કર વગેરે મટાડે છે. તેના સેવનથી ભાંગેલાં હાડકાં જલદી સંધાય છે.
બાવળની છાલનું ચૂર્ણ લોહી અટકાવવા, ઝાડા, મરડા, ગરમી મટાડે છે. તેનો ઉકાળો મુખરોગ અને દંતરોગમાં સારું કામ આપે છે. તેના પડિયા રક્તસ્તંભક છે. દૂઝતા હરસ, ઘા, ચાંદામાં તેનું ચૂર્ણ લગાવવાથી ઘા રુઝાય છે.
પાન અને ફળના ચૂર્ણને યોનિમાં મૂકવાથી યોનિ શૈથિલ્ય અને ગર્ભાશય નીકળી આવતું અટકે છે