પેટના દર્દોનું સસ્તું ને સચોટ ઔષધ – ફૂદીનો
પરિચય :
શાકભાજી અને લીલા મસાલા સાથે વેચાતા ફૂદીના (પુદીન, પોદીના)ને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ. તુલસીની જાતના ફૂદીનાના વર્ષાયુ, કોમળ, સુગંધિત અને ડાળીવાળા લીલા રંગના છોડ થાય છે. તેના પાન કોમળ, ઘેરા લીલા રંગના, કરકરીયા, ધારવાળા, ભાલા જેવા અણિયાળા, તુલસી પત્ર જેવડા કદના થાય છે. તેની પર નાના, ફિક્કા રીંગણી રંગના મંજરી પુષ્પો ગુચ્છામાં આવે છે. ફૂદીનો પેટના દર્દોની (લોક વૈદક)ની ખાસ ઉપયોગી દવા છે. તેમાંથી ‘થાયમોલ‘ નામે ઉડનશીલ-સુગંધી સત્વ તથા અર્ક મેળવાય છે.
ગુણધર્મો :
ફૂદીનો તીખો-કડવો, મધુર, રુચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક, ગરમ, હળવો, લૂખો, કફ અને વાયુદોષનાશક, ઊલટી બંધ કરનાર, વાયુની સવળી ગતિકર્તા, હ્રદયોત્તેજક, મૂત્રલ, પીડાશામક, દુર્ગંધનાશક, વ્રણરોપક, ગર્ભાશય સંકોચક, પરસેવો લાવનાર, કફ બહાર કાઢનાર અને કૃમિ, આંચકી (ખેંચ), વ્રણ, તાવ, ત્વચા રોગો, મંદાગ્નિ, આફરો, ગેસ, પેટનું શૂળ (અપચાના) ઝાડા, ખાંસી, હ્રદયની નબળાઈ, શ્વાસ, હેડકી, મૂત્રકૃચ્છ અને ઝેરનો નાશ કરે છે. સ્ત્રીઓના કષ્ટાર્તવ, માસિક સાફ ન આવવું કે પ્રસૂતાના તાવ તથા હિસ્ટીરિયા દર્દમાં પણ તે લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :