પરિચય :
વનસ્પતિના જાણકારો પાષાણભેદ (કાષ્ટપાષાણભેદ, પાખાનભેદ)ના પાંચ પ્રકારો બતાવે છે. તેમાં અહીં ગુજરાતમાં મળતી અને પથ્થરફોડી તરીકે જાણીતી વનસ્પતિનો પરિચય આપેલ છે. ગુજરાતમાં ‘કાષ્ટ પાષાણભેદ‘ નામે તેના મૂળના કટકા બજારમાં વેચાય છે. મહારાષ્ટ્ર તથા કાશ્મીરમાં તે વધુ થાય છે. નાની રીંગણી પ્રમાણે જમીન પર પ્રસરે છે. બોરડી જેવા તેની પર કાંટા હોય છે. એના મૂળ ખડક (પથ્થર) તોડી અંદર જાય છે. તેની પર ધોળા રંગના લાલ કેસાયુક્ત ફૂલ થાય છે. એની પર રીંગણીના ફળ જેવડા ફળ થાય છે. ઘણાં ઘર આંગણે તે વાવે છે. તેની બીજી જાતને ‘વરપત્રી‘ કહે છે જેના નાના છોડ થાય છે. તેમાં વડના પાન જેવાં નાના, કાંગરીદાર પાન થાય છે. આપણે ત્યાં તે પથરી ઓગાળવા ખાસ વપરાય છે.
ગુણધર્મો :
કાષ્ટપાષાણભેદ સમશીતોષ્ણ, ગ્રાહી (સંકોચક), ઉત્તેજક, ઊલટીકર્તા, રેચક, મૂત્રલ, માસિક લાવનાર અને લીવરનું દર્દ, પિત્ત પ્રકોપ, ઉદરશૂળ, કમળો, પીડા સાથે માસિક સ્ત્રાવ, કષ્ટાર્તવ, પ્રદર અને વિષ પ્રકોપજન્ય વિકારો મટે છે. વરપત્રી(પાષાણભેદ)શીતળ, મદકર, બલકર અને દીપન(ભૂખવર્ધક)તથા પ્રમેહ, મૂત્રકષ્ટ, પથરીનાશક છે. પાષાણભેદી (પથ્થર-ફોડી)ની નાની જાત, વ્રણ, મૂત્રકૃચ્છ (કષ્ટમૂત્ર) અને પથરીનો નાશ કરે છે. તે મૃદુવિરેચક, ઠંડી, ઉપદંશ (ચાંદી) અને પ્રમેહ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :