આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી)
પરિચય :
ચોમાસામાં ઝાડ-વાડ પર ચડનાર ‘ડોડી‘ (ખરખોડી, શિરકસિયો જીવંતી કે સૂડિયાનો વેલો) (જીવંતી, ડાંડીશાક)ના વેલા, અનેક ડાળીવાળા, શાખા શ્વેતાભ, મૃદુ રુંવાટીવાળી, આંગળીથી કાંડા જેવી જાડી, અનેક સ્થળે ફાટેલી હોય છે. તેના પાન ઈંડાકાર, અણિદાર, શ્વેતાભ્ર- સામસામે; ૧ થી ૪ ઈંચ લાંબા અને ૧-૨ ઈંચ પહોળા, ઉગ્ર ગંધના થાય છે. તેના પાનના મૂળમાંથી પીળાશ કે ભૂરાશ પડતા લીલા રંગના નાના ફુલ ગુચ્છામાં થાય છે. તેની ઉપર એક શ્રુંગાકારની, ૨ થી ૫ ઈંચ લાંબી, અર્ધા ઈંચ જાડી, ચીકણી, ફળી થાય છે. તેમાં અર્ધા ઈંચ લાંબા-સાંકડા આકડાના બી જેવા બી થાય છે. દવામાં મૂળ અને પાનનો ઉપયોગ વધુ થાય છે. તે આજકાલ આંખની દ્રષ્ટિશક્તિ વધારવા-નંબર ઉપરવા તથા ગર્ભપાત નિવારવા ખાસ વપરાય છે. તેના પાનની ભાજીને શાકમાં સર્વશ્રેષ્ઠ કહેલ છે. તેનું પાંદડું તોડતાં ડીંટામાંથી દૂધ નીકળે છે.
ગુણધર્મો :
ડોડી (ખરખોડી) મધુર, શીતળ, આંખને ખૂબ હિતકર, બળપ્રદ, પુષ્ટિકર્તા, શીતવીર્ય, સ્નિગ્ધ, વાત-પિત્તદોષ શામક, અનુલોમનકર, ગ્રાહી (સંકોચક) હ્રદયને હિતકારી, કફ બહાર કાઢનાર, મૂત્રલ, રસાયન, વૃષ્ય અને તાવ, રક્તપિત્ત, ગ્રહણી, ખાંસી હ્રદયની નબળાઈ, શુક્રમેહ, મૂત્રકૃચ્છ, મૂત્રદાહ, પરમિયો, ક્ષય, સોજો, ટી. બી., વ્રણ, રતાંધતા અને વારંવાર ગર્ભપાત થવાની સમસ્યા મટાડે છે.
ઔષધિ પ્રયોગ :