ગરમીનાં દર્દો તથા ડાયાબિટીશ મટાડનાર – જાંબુ (રાવણા)
પરિચય : જાંબુ (જંબૂ, જામુન)ની બે મુખ્ય જાતો થાય છે. મોટી અને બીજી નાની. મોટા રાય જાંબુના ઝાડ ઊંચા થાય છે. તેની પર પીપળા કે આંબા જેવા લાંબા, ચીકણા, ચમકદાર પાન થાય છે. તેની પર વસંત ઋતુમાં લીલાશ પડતા સફેદ રંગના કે સોનેરી રંગના મંજરી રૂપ પુષ્પો આવે છે. ફળ (જાંબુ) ઊનાળાનાં અંતે કે વર્ષના પ્રારંભે અર્ધો થી ૨ ઈંચ લાંબા, ૧ થી ૧/૧-૨ ઈંચ જાડા, લંબગોળ, પાકે ત્યારે લાલ-રીંગણી રંગના, ઉપરથી મીઠા ગર્ભવાળા, વચ્ચે લંબગોળ ઠળિયાવાળા થાય છે. નાના (ક્ષુદ્ર) જાંબુડા નદી કાંઠે કે જંગલોમાં થાય છે. ગર્ભ બહુ ઓછો, થોડા વધુ ખાંટા, ઠળિયા લગભગ ગોળ અને રંગે કાળા કે ઘેરા જાંબલી થાય છે. આ જાંબુ ગ્રાહી (સંકોચક) અને વાયુકર્તા વધુ હોય છે. જાંબુના ઠળિયા ડાયાબિટીસમાં ખાસ વપરાય છે. જાંબુનો સરકો, શરબત, આસવ બને છે.
ગુણધર્મો : જાંબુડી : મધુર, તૂરી, ગ્રાહી, પાચક, મળ અટકાવનાર, લૂખી તથા રૂચિકર છે. તે કૃમિ, શ્વાસ, શોષ, ઝાડા, ખાંસી, કફ, લોહી વિકાર તથા વ્રણનાશક છે. મોટાં (રાય) જાંબુ – મધુર – તૂરાં અલ્પ ખાટા, રૂચિકર, ભારે, મળ અટકાવનાર અને શ્રમ, ઝાડા, કફ – ખાંસી અને શ્વાસ, શોષનો નાશ કરે છે. તે પિત્ત, દાહ નાશક અને ભૂખ – પાનકર્તા, યકૃત (લીવર) ઉત્તેજક, ખાસ વધુ વાયુકર્તા કે વાયુનાં દર્દીએ ન ખાવા. જાંબુનો સરકો – અજીર્ણ, આફરો, મંદાગ્નિ, લીવર – બરોળ વૃદ્ધિ અને પેટનાં દર્દોમાં અને જામ્બ્વારિષ્ટ કે જાંબવાસવ ડાયાબિટીસ, લોહીના હરસ કે ઝાડા, ઉદર રોગ અ સંગ્રહણી અને પિત્તનાં રોગોમાં લાભ કરે છે. ઔષધિ પ્રયોગ :
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....