પિત્તદોષ અને ગરમીનાં દર્દોનું ઉત્તમ ઔષધ – ગુલાબ
પરિચય :
ગુલાબ (શતપત્રી, ગુલાબ) વિશ્વમાં સર્વને પરિચિત એવું સુગંધી પુષ્પ છે. ગુલાબની ૧૫૦ થી વધુ જાતો થાય છે અને ગુલાબી, લાલ, પીળા, ધોળા એવા અનેક જાતના રંગના થાય છે. તેનાં છોડ ૫ થી ૧૦ ફુટ ઊંચા, કાટાવાળા, ડાળીવાળા થાય છે. તેના પાન ૨ થી ૬ ઈંચ લાંબા, અણીદાર અને કિનારે કાંગરીવાળા થાય છે. ફૂલોમાંથી ઔષધિ, અત્તર, પરફ્યુમ અને અર્ક બનાવાય છે. છોડ ઉપર ૩ ઈંચ વ્યાસના ગોળ અને ભૂરાં રંગના ફળ આવે છે. પૂજા તથા સુશોભન માટે ગુલાબનાં પુષ્પો ખાસ વપરાય છે. એ જ રીતે શુભેચ્છાના પ્રતીકરૂપે, સ્વાગત કરવામાં, તેમજ મૃત વ્યક્તિની કબર ઉપર પણ તેનાં ફૂલ ખાસ ચડાવાય છે. પ્રેમીઓ પ્રેમની અભિવ્યક્તિ આ ફૂલોથી કરે છે. સર્વ પુષ્પોમાં ‘ગુલાબ‘ ફૂલોનો રાજા કહી શકાય.
ગુણધર્મો :
ગુલાબ સ્વાદે મધુર, કડવું-તૂરું; ગુણમાં હળવું, સ્નિગ્ધ, રૂચિકર, શીતળ, શીત-વીર્ય, મધુર, વિપાકી, ત્રિદોષ શામક, ખાસ પિત્ત-ગરમીનાં રોગ શમાવનાર, ભૂખવર્ધક, પાચનકર્તા, વાયુની સવળી ગતિકર્તા, મૃદુવિરેચક, મેઘાવર્ધક, શરીરનો રંગ સુધારનાર, વાજીકર તથા ત્વચા રોગો, વ્રણ, સોજા, તાવ, મુખપાક, મગજની નબળાઈ, કોઠાનો વાયુ, રક્તવિકાર, નપુંસકતા અને દુર્બળતાનો નાશ કરે છે. ગુલાબ (ગરમીના દોષથી થનાર) હ્રદયરોગમાં લાભપ્રદ છે. ગુલાબની પાંદડીથી બનતો ગુલકંદ અને ગુલાબનો અર્ક, તેલ, અત્તર વિગેરે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનોમાં ખાસ વપરાય છે.
ઔષધિ પ્રયોગ :