પુરુષત્વ દેનાર – ખાખરો / કેસૂડાં
પરિચય :
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની રેતાળ – પથરાળ ભૂમિ ઉપર ગરમ હવામાનમાં ખાખરા (પલાશ, ઢાક, ટેસુ)ના ઝાડ આપ મેળે જંગલ – વગડામાં ખૂબ થાય છે. તેના ઝાડ ૫-૬ ફૂટથી વધુ ઊંચા થતા નથી. તેની પર વડના પાન જેવા પણ ગોળ, ચીકણાં, ચળકતા ખૂબ પાન થાય છે. તેનાં પડીયા – પતરાવળા બને છે. ઝાડ પર કેસરી રંગના લાંબા (કપ જેવા) ઝૂમખામાં ફૂલ થાય છે. તેને ‘કેસૂડાં‘ કહે છે. આ કેસૂડાં રંગ બનાવવા ખાસ વપરાય છે. ખાખરા ઉપર ચપટાં, રાતા રંગનાં બીજ આવે છે. તેને ‘પલાસ પાપડો‘ કે ‘ પિત્ત-પાપડો‘ કહે છે. દવામાં મૂળ, પાન, ફૂલ, પિત્તપાપડો અને ઝાડનો ગુંદ (લાખ) ખાસ વપરાય છે.
ગુણધર્મો :
ખાખરો સ્વાદે કડવો, તીખો, તૂરો ; ગુણમાં – હળવો, સ્નિગ્ધ, ગરમ, કરુ વિપાકી, ઉષ્ણવીર્ય, રસાયન, વીર્ય પુષ્ટિકર, વાજીકર, કફ-વાત શામક, મૂત્ર તથા માસિક જન્માવનાર, અસ્થિસંધાનક, યકૃત ઉત્તેજક અને કૃમિ, સંગ્રહણી, હરસ, ગોળો, બરોળ, યોનિરોગ તથા પિત્તરોગનો નાશ કરે છે. તેનાં ફૂલ (કેસૂડા) મધુર, કડવાં, તૂરાં, ગરમ, વાયડા, ગ્રાહી, શીતળ, તીખા અને તૃષા, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૃત્ર કચ્છનો નાશ કરે છે. પિત્તપાપડો લૂખો હળવો, ગરમ, પચ્યેથી તીખો અને કફ, વાયુ, કૃમિ, ઉદરરોગ, કૃમિ, કોઢ, ગોળો, પ્રમેહ, હરસ તથા શૂળ મટાડે છે. ઔષધમાં તેના મૂળ, પાન, ફૂલ તથા ફળ બધું વપરાય છે. ખાખરાના મૂળમાંથી નીકળતો અર્ક આંખનાં નંબર, ઝાંખપ, મોતિયો વગેરેમાં ઉત્તમ લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :