વીર્ય, શક્તિ તથા પુષ્ટિવર્ધક – કૌંચા (ભૈરવ શીંગ)
પરિચય :
ગુજરાત, મધ્યપ્રદેશ તથા દક્ષિણ ભારતના પહાડી પ્રદેશોમાં કૌંચા (આત્મગુપ્તા, મર્કટી/કેવાંચ)ના, ગળો જેવા લાંબા, વર્ષજીવી વેલા થાય છે. જે ઝાડ-વાડના ટેકે ફૂલે – ફાલે છે. આ વેલનાં પાન ૩-૩ ના ગુચ્છામાં બે થી સાડાપાંચ ઈંચ લાંબા, ઘેરા લીલા અને રૂંવાટીદાર હોય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબા, ભૂરા કે રીંગણી રંગના, ૨૦-૨૫ના ગુચ્છામાં પુષ્પો આવે છે. તેમજ હેમંત પછી તેની પર આંબલીના કાતરા જેવી, વાંકી અને બહારથી તપખીરી રંગની, રૂંવાટીદાર શીંગો થાય છે. આ રૂંવાટી શરીરની ત્વચા પર અઙે, તો તેથી તીવ્ર ખુજલી અને દાહ થાય છે. દરેક શીંગ (ફળી)માં ૪ થી ૫ વાલના દાણા જેવા, ઉપરથી તપખીરી રંગના ચળકતી છાલના પણ અંદરથી સફેદ રંગના ગર્ભના મીંજ (બી) થાય છે. તેને જ ‘કૌંચ-બીજ‘ કહે છે. આ બીજ આયુર્વેદમાં ઉત્તમ વાજીકર, વીર્ય અને પુષ્ટિવર્ધક ઔષધ ગણાય છે.
ગુણધર્મો :
કૌંચા – બીજ મધુર તૂરા, કડવા ; પચવામાં ભારે, વાયુ દોષ હરનાર; કફ, પુષ્ટિ, બળ અને વીર્યધાતુને ખૂબ વધારનાર, ઠંડા, વીર્યસ્તંભક, અને કફદોષ, રક્તપિત્ત, નબળાઈનો શ્વાસ અને વાયુનાં દર્દો મટાડનાર છે. કૌંચાના બીજને દવા માટે વાપરતાં પહેલાં, તેને દૂધમાં બાફી, તેની ઉપરની ફોતરી તથા અંકુર કાઢી નાંખવા, જેથી તે શુદ્ધ થાય છે. આ રીતે શુદ્ધ કર્યા વિના કૌંચ-બીજ ખાવામાં ન વાપરવા જોઈએ.?
ઔષધિ પ્રયોગ :