લીવર, માસિક અને દાઝ્યાનું પરમ ઔષધ – કુંવાર પાઠું
પરિચય :
ગુજરાત અને ભારતમાં ઘરગથ્થુ ઔષધિ તરીકે વપરાતી કુંવાર પાઠું (કુમારી, ગ્વારપાઠા) ઔષધિનાં છોડ વેરાન ભૂમિમાં આપમેળે ઊગી નીકળે છે, તેમજ તેને ઘર આંગણે કુંડામાં કે બાગ-બગીચામાં ખાસ વવાય છે. તેના બહુવર્ષાયુ છોડ ૨ થી ૩ ફુટ ઊંચા થાય છે. તેના મૂળમાંથી ચારે તરફ જાડા, ચીકણા પાણી જેવા રસાળ ગર્ભવાળા, કિનારીએ કાંટાવાળા અને છેડેથી અણીદાર, ૧૦ ઈંચથી ૨ ફૂટ લાંબા અને ૨ થી ૪ ઈંચ (નીચેનો ભાગે) પહોળા પાન થાય છે. પાનનો રસ ગર્ભ સફેદ પડતો આછો પીળો, કડવો હોય છે. છોડની વચ્ચે પુષ્પ દંડ નીકળે છે. તેની ઉપર નારંગી રંગના જરાક લાંબા ફૂલ આવે છે. તેના ઉપર લંબગોળ, ફિક્કા જાંબુડી કે ભૂરા રંગના ફળ થાય છે. કુંવારમાં કડવી અને મીઠી બે જાતો થાય છે. છેલ્લા દસેક વર્ષથી વિશ્વમાં કુંવાર પઠા ઉપર ખૂબ સંશોધનો થયાં છે અને તેના સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ વધતાં તેના રસની ખાસ માંગ વધી છે. ગુજરાતમાં તે ખૂબ થાય છે. રસમાંથી ‘એળિયો‘ બને છે. કુંવારના પાન અને એળિયો ઔષધમાં વધુ વપરાય છે.
ગુણધર્મો :
કુંવાર કડવી, મધુર, શીતળ, મંદગંધી, અગ્નિવર્ધક, બળપ્રદ, પુષ્ટિકર્તા, રસાયન, ચીકણી, સ્નિગ્ધ, ત્રિદોષહર; વધુ માત્રામાં રેચક યકૃત (લીવર)ને ઉત્તેજક, પીડાહર, મૂત્રલ, વ્રણ રૂઝવનાર, રક્તશોધક, આંખ માટે હિતકર, ગર્ભસ્ત્રાવ કર્તા, આર્તવ સાફ લાવનાર, કફ અને વાયુદોષનાશક, કૃમિ, દાહ, મંદાગ્નિ, ગોળો, ઉદરશૂળ, લીવરવૃદ્ધિ, કબજિયાત, ગાંઠ અને પેશાબ તથા વીર્યના રોગ મટાડનાર છે. એળિયો (કાળો બોળ)ઝાડો-પેશાબ તથા આર્તવ (માસિક) સાફ લાવનાર, ગરમ – કડવો અને રેચક છે. કુંવાર પાઠું દાઝ્યા ઉપર ઉત્તમ લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :