તાવ, લીવરનું પરમ ઔષધ – કડુ
પરિચય :
દેશી વૈદકમાં તાવમાં ખાસ વપરાતું ‘કડુ‘ (કટુકી, કુટકી) મૂળ હિમાલય-નેપાળને સિક્કીમમાં થતી વનસ્પતિ છે. તેના છોડ બહુ વર્ષાયુ, મૂળા જેવા કંદરૂપ હોય છે. તેનું કાંડ સખત, પાન મૂળમાંથી પેદા થતા આગળથી પહોળા, મૂળ તરફ સાંકડા, ચીકણાં, દાંતીવાળા અને કિનારીવાળા હોય છે. ગાંઠ મધ્યેથી સફેદ રંગના નાનાં પુષ્પોની મંજરી નીકળે છે. ફળ જવ જેવા, મૂળ આંગળી જેવા જાડા, અનેક ગાંઠોવાળા, આછા કાળા રંગના ૧-૨ ઈંચ લાંબા, જરા વાંકા, હળવી કડવી ગંધવાળા થાય છે. દવામાં મૂળ જ વપરાય છે.
ગુણધર્મો :
કડુ સ્વાદે કડવું, તીખુ; ગુણમાં ઠંડુ, લૂખું, અગ્નિદીપક, ભેદક, ઝાડો પેશાબ? લાવનાર, યકૃત તથા હ્રદય માટે હિતકર, પિત્ત સારક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફ કાઢનાર, શાંતિકર્તા, અલ્પમાત્રામાં પોષ્ટિક તથા વધુ માત્રામાં રેચક છે. તે કૃમિ, કફ, આમદોષ, સોજા, પ્રમેહ, શીળસ, કમળો, પાંડુ, કોઢ, દાહ, શ્વાસ, ખાંસી, બ્લડપ્રેશર, આંતરડાની નબળાઈ (કઠણ આંતરડા), કબજિયાત, ઠંડીનો –મેલેરિયા તાવ, જળોદર, સોજા, આફરો, મેદ, હોજરીની વાયુ પીડા, હેડકી, પેટ, લીવર (યકૃત)નાં દર્દો તથા તીવ્ર સંધિવાતમાં ખાસ લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :