‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘
‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘
કહેવત ઘણી સાચી છે.
તુલસીનો રસ તીખો અને સહેજ કડવો છે.
તાસીરે તે ગરમ છે. પચવામાં હલકી અને લૂખી છે. તે વાત-કફશામક અને પિત્તવર્ધક છે. તે જંતુધ્ન, દુર્ગંધનાશક, ઉત્તેજક, અગ્નિદીપક, આમપાચક, કુમિધ્ન, હ્રદયોત્તેજક, રક્તશોધક, શોથહર, મૂત્રલ, સ્વેદજનન, જ્વરધ્ન અને વિષધ્ન છે.
શરદી, સળેખમ, ઉધરસ, દમ જેવા રોગોમાં તુલસીનો રસ રોગીને પાવો.
મોં વાસ મારતું હોય, ભૂખ મરી ગઈ હોય, ખાવામાં રુચિ ન હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હોય તો તુલસીના પાન ચાવવા.
આંખ આવી હોય તો તુલસીના પાનનાં રસનાં ટીપાં આંખમાં નાખવાં.
પેટનો દુઃખાવો, પડ્યાનો દુઃખાવો, માથાનો દુઃખાવો વગેરેમાં તુલસીના રસ અને આદુના રસનું સેવન કરવું.
ફ્લૂ અને મેલેરિયાના તાવમાં તુલસીના પાનમાં કાળા મરીનો ભૂકો ભેળવી ખૂબ ચાવીને ખાઈ જવા.
બેલેગ્રા નામના રોગમાં શરીરની ડોક, કોણી વગેરે સ્થળે કાળા ડાઘ પડે છે તે તુલસીના બીના સેવનથી મટે છે.
ગરમ પ્રકૃતિની વ્યક્તિ માટે તુલસીના પાન સારા નથી તેથી તેમણે તેમનું સેવન ન કરવું.
અતિપવિત્ર તુલસીના ગુણધર્મો
જે પોતાની ઉપમાને પોતે અનુપમ હોવાથી સહન નથી કરી શકતી, તેવી જેની તુલના જ ન થઈ શકે તેવી વનસ્પતિ એટલે \’તુલસી\’. આમ, તો તુલસીન અનેક નામ છે, તેને ‘વિષ્ણુપ્રિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે લેટિન નામ છેઃ ઓસિમ્મ સેન્કટ્મ. તેનો રસ ઉત્તમ છે તેથી ‘સુરસા’ દરેક જગ્યાએ સુલભ છે એટલે ‘સુલભા’ દરેક ગામમાં પ્રાપ્ય છે એટલે ‘ગ્રામ્યા’ તેને બહુ મંજરી આવે છે તેથી ‘બહુમંજરી’ એના દર્શનથી રાક્ષસ જેવા રોગો પણ નાશ પામે છે તેથી ‘અપેતરાક્ષસી’ દેવોને દંદુભીની જેમ હર્ષ ઉપજાવે છે તેથી ‘દેવદુંદુભિ’ રોગોના શૂળનો નાશ કરનારી છે એટલે ‘શુલદની’
તુલસીની બે જાતો જોવા મળે છેઃ શ્યામ તુલસી અને રામ તુલસી. શ્યામ તુલસીના પાનનો રંગ ઘેરો લીલો હોય છે જ્યારે રામ તુલસીનો રંગ પોપટી કે સહેજ ઊઘડતો લીલો રંગ હોય છે. તુલસીના છોડ કોઈપણ જ્ગ્યાએ સહેલાઈથી ઊગે છે. જો કે ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં આ છોડ વધુ જોવા મળે છે. છોડની ટોચ પર જે ફુલ આવે છે તેને માંજર કે પુષ્પમંજરી કહે છે. જો છોડને ભેજ અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તો ઝડપથી ઊગી નીકળે છે. તેનું ક્દ 60 થી 100 સે.મી. થઈ શકે છે.
આયુર્વેદમાં તુલસીને વાયુ – કફનો નાશ કરનાર, રક્તવિકાર, ચામડીના વિકાર, દમ કોઢ, મૂત્રપૂચ્છ, હેડકી, પાંસળી પીડા, પાયોરિયા, મેલેરિયા વગેરે રોગો દૂર કરનારી અમૂલ્ય વનસ્પતિ લેખવામાં આવી છે.