ચોમાસામાં અમૂલ્ય વસ્તુની જાળવણી
– સેલ ફોનઃ
આજના ગ્લોબેલાઈઝેશનના સમયમાં સેલફોન ખૂબ જ ઉપયોગી છે. જો સેલફોન વરસાદના પાણીમાં પલળે તો તે બગડી જવાનો ભય રહે છે, માટે વર્ષાઋતુમાં સેલફોનને પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખવો જેથી તે ભીનો ન થાય. કયારેક બેદરકારીને કારણે મોબાઈલની એલ. સી.ડી. સ્ક્રીનમાં પાણી જતું રહે તો મોબાઈલ ખોલીને તેને સુકાવા મુકી દેવો.
-લેધરબેગઃ
વરસાદી વાતાવરણમાં બને ત્યાં સુધી લેધર બેગનો ઉપયોગ ન કરવો જો કયારેક જરૂરી હોય અને તમારે લેધર બેગ લઈને બહાર જવું પડે તો બેગની બહારની તરફ વોટમપ્રુફ સોલ્યુશન લગાવી દેવું તેનાથી તમારી લેધર બેગ સુરક્ષિત રહેશે.
– સેન્ડલઃ
ચોમાસામાં ચામડાના પગરખા ન પહેરવા ચામડાની મોજડી કે બુટ હોય તો તેમાં પસ્તીના કાગળો ભરાવી સુકી જગ્યામાં સાચવીને મુકી દેવા. આ સીઝનમાં રબરના રંગબેરંગી ચંપલ પહેરવા વધુ હિતાવહ છે.
-કોન્ટેક લેન્સઃ
આંખોમાં વરસાદનું પાણી જવાથી સોફટ લેન્સ પણ હાર્ડ બની જાય છે. માટે વરસાદ પડતો હોય ત્યારે લેન્સને પેક કરીને રાખવા અને ચશ્માનો ઉપયોગ કરવો.
-ફોલ્ડર, ફાઈલ્સ અને બેંક ડોકયુમેન્ટસઃ
મહત્વના ડોકયુમેન્ટસ તેમજ કાગળો, ફાઈલો વોટરપ્રુફ બેગમાં રાખવા જેથી વરસાદમાં પલળે નહીં. આ ઉપરાંત લખવા માટે શાહી કે જેલ પેનનો ઉપયોગ ન કરવો. આ પેનથી લખેલા લખાણ પર પાણીના ટીપા પડવાથી અક્ષરો રેલાઈ જાય છે. બોલપેનનો ઉપયોગ કરવો.
-લેપટોપઃ
વરસાદી વાતાવરણમાં લેપટોપ લઈ જવું પડે તો વોટરપ્રુફ બેગમાં પેક કરીને રાખવું. આ ઉપરાંત મહતવપૂર્ણ ડેટાને ફલેશડ્રાઈવમાં રાખવો. જરૂર પડે ત્યારે જ એકસેસ કરવો.
પહેલી નજરે સાવ સામાન્ય લાગતી પરંતુ ઘણી મહત્વની આ વાતને ગાંઠે બાંધી રાખો જેથી તમારી ફેવરીટ ચીજ- વસ્તુઓને લાંબા સમય સુધી તમે સારી રીતે ઉપયોગમાં લઈ શકો.