ચાણક્યનાં વ્યવહાર સૂત્રો

 

મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો નહિ.
દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરવું જોઈએ નહિ.
દુઃખી લોકોનો સંગ કરવો નહિ.
પત્ની પતિવ્રતા, મિત્ર સમજુ, અને સેવક આજ્ઞાકારી હોવાં જોઈએ.
ખરાબ દિવસો માટે ઘનસંચય (બચત) કરવો જોઈએ.
જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડું રહેતા ન હોય, અભ્યાસની સગવડન હોય ત્યાં રહેવું નહિ.
પત્નીની પવિત્રતા, મિત્રની મિત્રતા, સેવકોની નિષ્ઠા – સૌની કસોટી કરી લેવી જોઈએ.
પત્ની તરીકે કન્યા પસંદ કરવામાં, રૂપ-સૌંદર્યને બદલે કુલિનતા-ગુણોને પ્રાધાન્ય આપો.
કન્યા પસંદ કરતી વખતે સ્ત્રીનું રૂપ નહિ, કુલને લક્ષમાં રાખો. નીચ કુલની સુંદર કન્યા હોય,તો પણ સ્વીકારવી નહિ.
નદીનાં પાણીનો (ઊંડાઈનો) કદી ભરોસો ન કરવો.
રાજપરિવારોનો ભરોસો કરવો નહિ.
આજ્ઞાકારી પુત્ર, પતિવ્રતા સ્ત્રી અને પોતાના ધનથી જેને સંતોષ હોય, તેને આ જગત સ્વર્ગસમાન છે.
પુરુષ કરતાં સ્ત્રીઓમાં આઠગણી કામવાસના હોય છે, પરંતુ સ્ત્રીઓ લજ્જાવશ પહેલ કરતીનથી. પહેલ તો પુરુષોએ જ કરવી પડે છે.
સ્ત્રીઓ – જુઠાબોલી, કપટી, મૂર્ખ, લોભી, અપવિત્ર, દયાહિન, હોય છે.
વિધિના ખેલ કેવા છે ? જેની પાસે દાંત છે, તેની પાસે ચવાણું (ખાવાનું) નથી; જેની પાસેચવાણું હોય છે, તેને દાંત નથી હોતા.
જેને તમે સાચો મિત્ર સમજતા હો, તેના પર પણ પૂરો ભરોસો રાખશો નહિ. જે વાત જાહેરથવાથી હાનિ થવાનો ભય હોય, તે તમારા મિત્રને પણ કહેશો નહિ. (આજે મિત્ર છે તે કાલેતમારો શત્રુ પણ બની શકે.)
અશિક્ષિ‍ત માણસ શીંગડાં અને પૂંછડા વગરના પશુ સમાન છે.
ઝેરમાંથી અમૃત મળતું હોય, તો ઝેરનેય સ્વીકારી લેવું.
નદીના કિનારા પર ઉગેલું વૃક્ષ, બીજાના ઘરમાં રહેતી સ્ત્રી અને મંત્રી વગરનો રાજા જદલીનાશ પામે છે.
ભોજન કર્યા બાદ મહેમાનને યજમાનની વિદાય લેવી જોઈએ.
સમકક્ષ સાથે જ સંબંધ શોભે.
સુંદર સ્ત્રીએ ઘરમાં જ રહેવું જોઈએ.
આ જગતમાં કોઈ દોષહીન નથી.
ખૂબ જ મહત્વનાં કે વિશિષ્ટવ કાર્ય માટે કુલિન વ્યક્તિને જ નિયુક્ત કરવી.
દુર્જન, સાપથીયે વધુ ભયંકર હોય છે.
સમર્થને માટે કંઈ મુશ્કેલ નથી.
કોઈ પણ બાબતમાં ‘અતિ‘નો ત્યાગ કરવો. (અતિ સર્વત્ર વર્જયેત)
કામ કરનાર વ્યક્તિને દારિદ્રયનો ભય હોતો નથી; મૌન ધારણ કરનારને ઝઘડાનો ભય હોતોનથી; જાગરૂક માણસને કોઈ પ્રકારનો ભય હોતો નથી.
જેમ સળગતું સૂકું પાંદડું સારાયે વનને આગથી ભસ્મીભૂત કરે છે, તેમ કુપુત્ર સારાયે કુટુંબનોનાશ નોતરે છે.
પિતાનું કર્તવ્ય છે બાળક પાંચ વર્ષનો થાય ત્યાં સુધી લાડ કરવાં, ૬ થી ૧૫ વર્ષનો થાયત્યાં સુધી શિસ્તમાં રાખવો અને સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો વ્યવહારકરવો.
જે ઘરમાં પતિ-પત્નીને ઝઘડા થતા નથી, ત્યાં લક્ષ્મીજ વાસ કરે છે.
હજારો તારાઓ જે અંધકાર દૂર કરી શકતા નથી, તે એક ચંદ્ર દૂર કરે છે; અનેક ગુણહીનપુત્રો કરતાં એક ગુણીયલ પુત્ર સારો.
નિસ્પૃહી માણસ કોઈ પદ કે પદાર્થ પાછળ દોડતો નથી. મૂર્ખ માણસ મીઠી વાણી બોલતોનથી. સ્પષ્ટમવક્તા કદી લુચ્ચો હોતો નથી.
જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ગભરાવું નહિ, ભય જ્યારે આવે ત્યારે હિંમતથી તેનોસામનો કરવો.
આપણો સમય કેવો છે ? કોણ મિત્રો છે ? નિવાસ સ્થાન કેવું છે ? આવક કેટલી ને ખર્ચકેટલો છે ? હું કોણ છું ? મારી શક્તિ કેટલી છે ?
ડાહ્યા પુરુષોએ આ પ્રશ્નો પર વિચારવું જોઈએ.
મૂર્ખાઓ પંડિતોની ઇર્ષ્યા કરે છે; ગરીબો ધનવાનોની ઇર્ષ્યાઓ કરે છે; વ્યભિચારિણીઓકુલિન સ્ત્રીઓની ઇર્ષ્યાઈ કરે છે; વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓની ઇર્ષ્યા કરે છે.
ગંદી જગામાં વસવાટ, નીચ પુરુષની નોકરી, વાસી ભોજન, ઝઘડાખોર પત્ની, મૂર્ખ મિત્ર,વિધવા પુત્રી – આ છ દુઃખો માણસને વિના અગ્નિએ બાળે છે.
આળસને કારણે વિદ્યા નાશ પામે છે; પરાયા હાથમાં ગયેલું ધન કામ લાગતું નથી; થોડાં બીનાખવાથી ખેતરમાં પાક થતો નથી; સેનાપતિ વિહોણું સૈન્ય વિજયી બનતું નથી.
દયારહિત ધર્મ, વિદ્યાવિહીન ગુરુ, ઝઘડાળુ સ્ત્રી, સ્નેહવિહોણા સંબંધ – એ સર્વે તજવા યોગ્યછે.
કામવાસના સમાન કોઈ રોગ નથી; મોહ જેવો કોઈ ભયંકર શત્રુ નથી; ક્રોધ જેવો કોઈ અગ્નિનથી; જ્ઞાન જેવું કોઈ સુખ નથી.
બ્રહ્મવિદ્દને માટે સ્વર્ગ તુચ્છ છે; શૂરવીરને માટે જીવન તુચ્છ છે; ઇન્દ્રિયોને વશમાં રાખનારમાટે સ્ત્રી તુચ્છ છે; નિસ્પૃહી માટે સંસાર તુચ્છ છે.
સંકટ આવે તે પહેલાં જ તેનો ઉપાય શોધી રાખનાર અને સંકટ આવ્યે તેનો ઉપયોગ કરનારસુખી રહે છે.
પ્રવાસમાં વિદ્યા મિત્ર છે; ઘરમાં પત્ની મિત્ર છે; ઔષધ રોગીનું મિત્ર છે; ધર્મ મૃતનો મિત્ર છે.
તપમાં એક, અભ્યાસમાં બે, સંગીતમાં ત્રણ, પ્રવાસમાં ચાર, ખેતીમાં પાંચ અને યુદ્ધમાંઅસંખ્ય વ્યક્તિઓ જરૂરી છે.
ધનના પ્રલોભનથી લોભી વશ થાય છે; નમસ્કારથી ‍(વિનમ્રતાથી) હઠી વશ થાય છે;અનુકૂળ વ્યવહારથી મૂર્ખ વશ થાય છે; જ્ઞાનથી વિદ્વાન વશ થાય છે.
આહાર-વ્યવહારમાં સ્પષ્ટ રહેનાર સુખી રહે છે.
બહુ સરળ થવામાં સાર નથી.
શાકભાજી ખાવાથી રોગો વધે છે; દૂધનું સેવન કરવાથી શરીર વધે છે; ઘી ખાવાથી વિર્યવધે છે; માંસ ખાવાથી માંસ વધે છે.
ઘરમાં આસક્તિ રાખનાર વિદ્યા મેળવી શકતો નથી; માંસ ખાનાર દયાભાવ રાખી શકતોનથી; લોભી સાચું બોલતો નથી; કામી પુરુષ પવિત્ર રહી શકતો નથી.
દુર્જન કદી સજ્જન થતો નથી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors