ગોપેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
ઉત્તરાખંડમાં ગોપેશ્વર ભગવાન શિવ અથવા રુદ્રનાથને સમર્પિત ગોપીનાથ મંદિર માટે પ્રખ્યાત છે. તે વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે
ગોપેશ્વર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે. ગોપેશ્વર ચમોલી જિલ્લા નું મુખ્ય મથક છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામનું પ્રાચીન મંદિર સ્થિત છે. તેને ગોસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં મહાદેવ દેવી પાર્વતી સાથે વાસ કરે છે. આ ક્ષેત્રમાં શિવજીએ કામદેવને ભસ્મ કર્યાં હતાં.અહીં રતિએ તપ કરીને ભોળાનાથને પ્રસન્ન કર્યા હતાં
આ સ્થાન ઉપર ભગવાન શિવજીનું નામ રતીશ્વર પણ પડ્યું, કેમ કે કામદેવના ભસ્મ થયા પછી કામદેવની પત્ની રતિએ અહીં એક કુંડની નજીક ઘોર તપ કર્યું અને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે, કામદેવ પ્રદ્યુમન સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર બનીને જન્મ લેશે અને ત્યાં જ તમારી તેમની સાથે મુલાકાત થશે.
જ્યાં રતિએ તપ કર્યું, તે કુંડનું નામ રતિકુંડ પડ્યું. જેને વૈતરણીકુંડ પણ કહેવામાં આવે છે. દ્વારકામાં પદ્યુમન સ્વરૂપમાં કામદેવનો જન્મ થાય છે અને માયાવતી સ્વરૂપમાં રતિનો પણ પુનર્જન્મ થાય છે.
ગોપેશ્વર મહાદેવ મંદિરમાં રહેલું ત્રિશૂળ ખાસ છે, નાની આંગળીથી તેનો સ્પર્શ કરવાથી ત્રિશૂળમાં ધ્રુજારી થાય છે
અન્ય ઘણા મંદિરો જેમ કે ચમોલા નાથ મંદિર, અત્રિ મુનિ આશ્રમ, અનુસૂયા દેવી મંદિર, ચંદ્રિકા દેવી મંદિર અને વધુ. આ ડુંગરાળ નગર તેના અનેક જોવાલાયક સ્થળો માટે પણ જાણીતું છે.