ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો?
ભૌતિક સ્ટેટમેન્ટના ગુમ કે નાશ થવાની સંભાવના વચ્ચે સલામતી માટે ડિજિટલ થવું જરૂરી:
હોમ લોન પેપર્સ
હેલ્થ
વીમો
જીવન વીમો
મ્યુચ્યુઅલ
ફંડ્સ
અગત્યના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય કે નષ્ટ પામે તો તેને ફરીથી એકત્ર કરવાનું કામ અત્યંત ત્રાસદાયક છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી તકલીફોથી બચી શકો છો
તમારા ડોક્યુમેન્ટ્સ સલામત રાખવાનો અને ડુપ્લીકેટ નકલ મેળવવાની મુશ્કેલી નિવારવાનો સરળ માર્ગ ઇલેક્ટ્રોનિક વિકલ્પ અપનાવવાનો છે. DHFLના CEO હર્ષિલ મહેતા કહે છે કે, alt147તમારા તમામ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને તેની કોપી તમારા મેઇલબોક્સમાં સેવ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. તમે તમામ ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી ડિજિટલ લોકર (digitallocker.gov.in)માં સ્ટોર કરી શકો છો. આ સર્વિસ સરકાર દ્વારા આપવામાં આવે છે.alt148 આમ દરેક પ્રકારના નાણાકીય સ્ટેટમેન્ટ જ નહીં પણ દસ્તાવેજો માટે પણ ડિજિટલ લોકર શ્રેષ્ઠ વિકલ્પ છે.
દસ્તાવેજ કે પ્રોપર્ટીના અન્ય દસ્તાવેજ ખોવાઈ જાય તો સૌ પ્રથમ FIR નોંધાવો, ત્યાર બાદ વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપો અને પછી રજિસ્ટ્રારનો સંપર્ક કરો. રજિસ્ટ્રાર પાસે હંમેશા માલિકીના ડોક્યુમેન્ટ્સની નકલ હોય છે. ઓરિજિનલ દસ્તાવેજ રિપ્લેસ થઈ શકતા નથી પણ તેઓ ફરીથી ડોક્યુમેન્ટ બનાવી આપે છે, એમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ડીએચએફએલના સીઇઓ હર્ષિલ મહેતાનું કહેવું છે. હાઉસિંગ સોસાયટીના સભ્ય હોવ તો FIRની નકલ અને છાપામાં આપેલી નોટિસની નકલ તથા તેની સાથે સોસાયટીના પેટા નિયમો મુજબની વિગતો જમા કરાવીને સોસાયટી તરફથી ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટની વિનંતી કરી શકો છો, એમ એચડીએફસીના પ્રવક્તાનું કહેવું છે. પછી તમે સબ-રજિસ્ટ્રારની ઓફિસેથી દસ્તાવેજની નકલ મેળવી શકશો.
ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ જીવન, કે આરોગ્ય વીમાની પોલિસીના કિસ્સામાં ઇન્ડેમ્નિટી બોન્ડ આપવા અત્યંત જરૂરી છે. તમને પોલિસી નંબરની જાણ હોય તો કંપનીને માત્ર આ નંબર આપવાથી પોલિસી ડોક્યુમેન્ટ પાછા મેળવવાની કાર્યવાહી કરી શકો છો. કંપનીઓ તમારી ઓળખ પુરવાર થયા બાદ પોલિસી ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કે ફિઝિકલ કોપી આપે છે. પોલિસી નંબર યાદ ન હોય તો જેની પોલિસી હોય તેની જન્મતારીખ, રજિસ્ટર કરાવેલો મોબાઇલ નંબર, ઇ-મેઇલ ID આપવાથી પણ કંપની તમારી પોલિસીના ડોક્યુમેન્ટ શોધીને તમને રિ-ઇશ્યૂ કરી આપશે. મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યોરન્સના માર્કેટિંગ હેડ અનિકા અગ્રવાલનું કહેવું છે કે જો પોલિસી ન હોય તો ગ્રાહક પોલિસીધારક હોય તેવા કુટુંબના સભ્યની જન્મતારીખ રજિસ્ટર્ડ મોબાઇલ કે ઇ-મેઇલ આપી શકે છે.
તમારા એજન્ટ કે વીમા કંપનીનો સંપર્ક સાધીને ઇન્ડેમ્નિટી બોન્ડ પર ડેક્લેરેશન જમા કરાવવાનું રહેશે. ફોટોગ્રાફ અને આઇડી પ્રૂફ જોડવાનું ન ભૂલશો. પછી વીમા કંપની તમને ડુપ્લીકેટ પોલિસી બોન્ડ રિ-ઇશ્યૂ કરશે. પોલિસીનું ડોક્યુમેન્ટ આંશિક ક્ષતિગ્રસ્ત થયું હશે તો કંપની તમારી પાસે ક્ષતિગ્રસ્ત ટુકડાનો પુરાવો માંગશે અને પછી જ ડુપ્લીકેટ પોલિસી બોન્ડ આપશે. ઘણી વીમા કંપનીઓએ ચેન્નાઈના ગ્રાહકો માટે આ પ્રક્રિયા સરળ કરી છે. એડલવાઇસ ટોકયો લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO દીપક મિત્તલ કહે છે કે, alt147માત્ર ફોટો ID પ્રૂફ અને પૂર આવવાથી પોલિસીના દસ્તાવેજ નષ્ટ થઈ ગયા હોવાનું લખેલો પત્ર આપવાથી જ કામ થઈ જાય છે.alt148 વીમા કંપનીઓએ દસ્તાવેજો મળ્યાના સાત દિવસમાં જ ડુપ્લિકેટ પોલિસી જારી કરવાની હોય છે.
રોકાણની સમગ્ર પ્રક્રિયાની તબક્કાવાર ધોરણે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે જો તમે એપ્લીકેશન ફોર્મમાં ઇ-મેઇલ ID આપ્યું હશે તો તમારા માટે સમગ્ર પ્રક્રિયા સરળ છે. તમે રજિસ્ટ્રારની અને CAMS જેવા ટ્રાન્સફર એજન્ટ્સની વેબસાઇટ પર જઈને તમારા હોલ્ડિંગ્સનાં કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ મેળવી શકો છો. તમે ફંડ હાઉસના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પણ સ્ટેટમેન્ટ મેઇલ કરાવવાની સૂચના આપી શકો છો. ફંડ્સ ઇન્ડિયાના સહસ્થાપક અને સીઓઓ શ્રીકાંત મીનાક્ષીનું કહેવું છે કે આના લીધે ફિઝિકલ સ્ટેટમેન્ટની તુલનાએ ડિજિટલમાં સલામતીની ચિંતા કરવાની જરૂરી હોતી નથી.
— ચેન્નાઈમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે અનેક લોકોનો મહત્ત્વનો સામાન અને અગત્યના નાણાકીય દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા અથવા તો પાણીમાં ધોવાઈ ગયા હતા. તમે દસ્તાવેજ સાચવવા ગમે તેટલી કાળજી રાખો પણ કુદરતી આપત્તિ સામે તમે પાંગળા છો. કદાચ આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો દસ્તાવેજો પાછા કઢાવવાની પ્રક્રિયાને બરાબર સમજી લેવી જરૂરી છે. જોકે, આપણે ટેક્નોલોજીનો પણ આભાર માનવો રહ્યો કારણ કે, રોકાણ અને પોલિસી ખરીદવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક્સ મોડમાં હોવાથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ મેળવવાની જરૂર રહેતી નથી. પણ જે લોકોએ ફિઝિકલ વિકલ્પ અપનાવ્યો છે તેમણે ક્ષતિગ્રસ્ત અથવા ગુમ થયેલા દસ્તાવેજ પાછા મેળવવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી જોઈએ.
નવગુજરાતસમય ૧૧-૦૧-૨૦૧૬