ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે યુનિકોડના કારણે વાંચી રહેલ છો.
ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.
પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.com/gujarati છે. બીજી પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) રૂપાંતર / કન્વર્ટ કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.
આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ફેશબુક પેજ https://goo.gl/KYse7C અથવા મારા ઇ-મેલ આઇડી પર ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.
– નિહારીકા રવિયા