ગુજરાતમાં ઊજવાતા તહેવારો

ગુજરાતમાં ઊજવાતા તહેવારો
અક્ષયતૃતિયા (અખાત્રીજ) :
વૈશાખ સુદ 3 વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે.
બળેવ :
શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ ‘શ્રાવણી‘, ‘નાળિયેરી પૂનમ‘, ‘બ્રહ્મસૂત્ર‘ જનોઈ બદલવાના દિવસ તરીકે ઊજવાય છે.

નાગપંચમી :
શ્રાવણ વદ ૫ મીએ નાગદેવતાનું પૂજન થાય છે.
શીતળા સાતમ :
શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્‍ત્રીઓમાં મુખ્‍યત્‍વે ઊજવાય છે.
  ગોકુલાષ્‍ટમી :
શ્રાવણ વદ ૮ ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે.
ગણેશચતુર્થી :
ભાદરવા સુદ ૪ ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્‍ટ્રમાં આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.
સ્‍વાતંત્ર્ય દિન :
સને ૧૯૪૭ના ઓગસ્‍‍ટની ૧૫ મીએ ભારતને આઝાદી મળી ત્‍યારથી આ દિવસ રાષ્‍ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે.
   નવરાત્રિ :
આસો સુદ ૧ થી ૯ સુધીના નવ દિવસનો આ ઉત્‍સવ દેવીપૂજાનું માહાત્‍મ્‍ય સૂચવે છે. રાસ – ગરબાનો મહોત્‍સવ મનાય છે.
રેં‍ટિયાબારસ :
ભાદરવા વદ ૧૨ ના રોજ મહાત્‍મા ગાંધીનો જન્‍મ સને ૧૮૬૯ માં થયેલો. તા. ૨ ઓકટોબર, પણ ગાંધીનીના જન્‍મદિવસ તરીકે ઊજવાય છે.
સરદાર જયંતિ :
૩૧ ઓકટોબર, સરદાર વલ્‍લભભાઈ પટેલના જન્‍મદિવસ તરીકે ઊજવાય છે.
શરદપૂર્ણિમા :
આસો સુદ પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્રના સાન્નિધ્‍યમાં રાસોત્‍સવ ઊજવાય છે. લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ – પૌંઆ જમે છે.
ઉત્તરાયણ :
તા. ૧૪ જાન્‍યુઆરી. આ દિવસથી સૂર્ય ધીરેધીરે ઉત્તર દિશામાં ખસતો લાગે છે. મકરવૃત્તમાં ગતિ સંક્રાન્‍ત થાય છે, તેથી મકરસંક્રાન્તિ કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.

    બકરી ઈદ :
તા. ૧૦ ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્‍યાગ અને બલિદાનના પ્રતિકરૂપે આ તહેવાર ઊજવાય છે.
મહોરમ :
તા. ૧૦ મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ દિવસ મનાવાય છે.
    ઈદેમિલાદ :
તા. ૧૨ રબી ઉલ અવ્‍વલ, હજરત મહંમદ પયગંબરના જન્‍મ અને મૃત્‍યુનો આ દિવસ ઊજવાય છે.
મહાશિવરાત્રિ :
મહાવદ ૧૩, શંકર ભગવાનના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે.
બાળદિન :
‘ચાચા નેહરુ‘ નો જન્‍મદિવસ ૧૪ નવેમ્‍બર ‘બાળદિન‘ તરીકે ઊજવાય છે.
શિક્ષકદિન :
ડો. રાધાકૃષ્‍ણન્ રાષ્‍ટ્રપતિ બન્‍યા ત્‍યારથી તેમનો જન્‍મદિવસ ૫ સપ્‍ટેમ્‍બર ‘શિક્ષકદિન‘ તરીકે ઊજવાય છે.
  પ્રજાસત્તાક દિન :
જાન્‍યુઆરી ૨૬, સ્‍વતંત્ર ભારતનું રાજ્યબંધારણ આ દિવસે ૧૯૫૦ ના વર્ષથી અમલમાં આવ્‍યું ત્‍યારથી ઊજવાય છે.
નાતાલ :
તા. ૨૫ ડિસેમ્‍બરથી તા. ૧ જાન્‍યુઆરી. ખ્રિસ્‍તી ધર્મ સ્‍થાપક ઈસુ ખ્રિસ્‍તના જન્‍મની ખુશાલીમાં સપ્‍તાહનો આ તહેવાર ઊજવાય છે.
    ગુડ ફ્રાઇડે :
તે દિવસે ઈસુ ખ્રિસ્‍તને વધસ્‍તંભે ચઢાવેલા તેની સ્‍મૃતિમાં ઊજવાય છે.
પારસી નવું વર્ષ (પતેતી) :
ખોરદાદ સાલ, પારસીઓ નવું વર્ષ ઊજવે છે.

   હોળી :
ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાં લઈ હોળીકા બળી મરેલી, તેની સ્‍મૃતિમાં છાણાની હોળી કરી ‘હુતાશની‘નો તહેવાર લોકો ઊજવે છે.
  ધૂળેટી :
ફાગણ સુદ વદ ૧ ના વસંતના રંગરાગના દિવસે લોકો રંગભરી પિચકારીઓ મારી ઊજવે છે.
રામનવમી :
ચૈત્ર સુદ ૯ ભગવાન શ્રીરામનો જન્‍મદિવસ.
મહાવીર જયં‍તી :
ચૈત્ર સુદ ૧૩, જૈન તાર્થંકર મહાવીરસ્‍વામીનો જન્‍મદિન.
    ઝંડા દિન :
ડિસેમ્‍બરની ૭મી તારીખનો ‍આ દિવસ આઝાદી પછીથી ‘ઝંડા દિન‘ તરીકે ઊજવાય છે.
શહિદ દિન :
જાન્‍યુઆરી તા. ૩૦ ના રોજ મહાત્‍મા ગાંધીનું ખૂન થયેલું. દેશના સ્‍વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્‍માજીએ કુરબાની આપી તેથી આ દિવસ ‘શહીદ દિન‘ તરીકે ઊજવાય છે.
માનવહકપત્ર દિન :
૨૪ ઓકટોબર, આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે આ દિન ‘માનવ અધિકાર દિન‘ તરીકે મનાવાય છે.
  વિજ્યાદશમી :
આસો સુદી ૧૦ દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવેલો તેની યાદમાં તે દિવસે શસ્‍ત્ર અને સમીપૂજન કરીએ છીએ.
ધનતેરશ :
આસો વદી ૧૩ નો દિવસ, દિવાળીના તહેવારોનો પહેલો દિવસ, લોકો આ દિવસે ધનપૂજા કરે છે.
   કાળી ચૌદશ :
આસો વદી ૧૪, દિવાળીનો આગલો દિવસ, આ દિવસે ‘સાધકો‘ અંધારી રાત્રિમાં પ્રેતભૂત વગેરે અમાનુષી તત્‍વોને સાધે છે.
   દિવાળી :
આસો વદી અમાસનો આ દિવસ દીવાઓના પર્વ તરીકે ઊજવાય છે. ‘શારદા પૂજન‘ દિવાળીની રાત્રિએ ઊજવાય છે. દીપમાળાઓ પ્રગટાવાય છે. હિંદુઓનો આ મહત્‍વનો તહેવાર છે.
    બેસતું વર્ષ :
કારતક સુદ ૧ (પડવો) વિક્રમ સંવતના પ્રથમ દિવસે લોકો અન્‍યોન્‍યને ‘નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.
    ભાઈબીજ :
કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીર્વાદ-શુભેચ્‍છાઓ આપે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors