એક નૂર આદમી, હજાર નૂર નખરાં લાખ નૂર ટાપટીપ માણસ વસ્ત્રોથી ખૂબ શોભી ઊઠે છે. તેમાંય જો તેના દેહને અનુરૂપ રંગોની મેળવણી વાળું વસ્ત્ર હોય તો ક્યા કેહના ? જેમ પાટણનાં પટોળાં પ્રખ્યાત છે. જેમ સુરતનું જરીકામ પ્રખ્યાત છે, જેમ અમદાવાદનું સુતરાઉ કાપડ પ્રખ્યાત છે તે જ રીતે કચ્છી બાંધણી બેજોડ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની છે બાંધણી ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. બાંધણી ઉપરની તમામ ડિઝાઈન, રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી માડુઓની આ એક આગવી કળા છે. આ કળા લગભગ ૨૦૦ વર્ષોથી કચ્છમાં પ્રચલિત છે. કચ્છી લોકો કચ્છ છોડીને જયાં જયાં વસ્યા ત્યાં ત્યાં બાંધણીનો પ્રચાર તથા પ્રસાર થવા લાગ્યો. કચ્છમાં બનતી કે કચ્છી બાંધણીની કિંમત ૨૦૦ રૂપિયાથી લઈને ૪૦૦૦ રૂપિયા સુધીની હોય છે. બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળી, કૂરતી, બાટિક જેવી અનેક વેરાયટી હોય છે. સાડી લગભગ ૬ મીટર, સાડા ૫ મીટર, પ મીટર, સાડા ૪ મીટર કે ચાર મીટરની હોય છે. જેની કિંમત કાપડની વિવિધતાને આભારી છે. બાંધણીનો વધુ ઉપયોગ દિવાળી કે નવરાત્રીના નવલા દિવસોમાં વધુ જોવા મળે છે. જોકે પરદેશી એનઆરઆઈમાં બાંધણી ખૂબ લોકપ્રિય છે. કચ્છમાં બાંધણીના વણાટકામ સાથે કચ્છનાં લગભગ ૬૦૦ કુટુંબ સંકળાયેલાં છે. બાંધણી માટે કચ્છ, જામનગર, જયપુર પ્રખ્યાત છે. જોકે કચ્છી બાંધણી ખૂબ લોકપ્રિય છે. કચ્છનું સ્ક્રીન પ્રિન્ટિંગ, ભુજનું બાંધણીકામ, મુંદ્રાનું બાટિક તથા માંડવીનું ડાઈંગકામ જગમશહૂર છે. એક સર્વે અનુસાર હાલ કચ્છમાં બાંધણીકામ સાથે લગભગ ૭૦,૦૦૦ કારીગર સંકળાયેલા છે બાંધણીમાં મોટાભાગે પીળો, નારંગી, લાલ કે લીલો રંગ વપરાય છે. ઊન અર્થાત ગરમ કપડાની બાંધણી માટે ડાર્ક રંગ વધુ વપરાય છે. બાંધણી પર લાલરંગનાં ટપકાં બાંધવામાં આવે છે. જેને ભીંડી કહેવાય છે. ભીંડીને ઝાંખી પાડવા કે તેનો કલર દૂર કરવા માટે સોડા તથા સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ વપરાય છે. ભીંડી જેટલી નાની તેટલો ભાવ તે બાંધણીનો ઊંચો સાડીઓ તથા શાળામાં પણ લગભગ ૨૦૦થી માડીને ૧૦૦૦ જેટલી ભીંડી જોવા મળે છે તો બાંધણીમાં મોટે ભાગે મોર, હાથી, સાથિયો, ફળ જેવી ભાત બનાવાય છે. ગ્રાહકોને બાંધણીની ખરાઈ બતાવવા વેપારી બાંધણી ખેંચીને બતાવે છે જેથી ભીંડી પાડવા બાંધેલા દોરા ખરી પડે છે. ગ્રાહકની પસંદ અનુસાર કપડાં ઉપર બાંધણીની પ્રિન્ટ છાપવા મોટા વેપારીઓ તે મુજબનું કાપડ મોકલે છે. જેથી જે તે કારીગર તેમાં જે તે ભાત પાડી આપે છે. ભીંડી પાડવામાં કુશળતા જરૂરી છે. દરરોજ ૮ કલાક જેટલું કામ કરવાથી લગભગ રેશમી કાપડ પર ૭૦૦, તો સુતરાઉ કાપડ પર લગભગ ૧૦૦૦ જેટલી ભીંડી પડી શકે છે. બાંધણી બનાવવા પાછળ ૧૦થી માંડીને ૩૦ દિવસનો સમય લાગે છે. આમ તૈયાર થાય છે બાંધણીબાંધણીની શ્રેષ્ઠ જાતોમાં આંબાડાળ, રાસમંડળ, શિકારી, ચાંદ્રોખણી ખૂબ વખણાય છે. આમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં બાંધણી ખૂબ લોકપ્રિય થતી જાય છે.