ગાયત્રી સાધકો માટે કેટલાક આવશ્યક નીયમો
૧ શરીરને શુધ્ધ કરીને સાધનામાં બેસવુ જોઈએ. સાધારણ રીતે સ્નાનથી જ શરીર શુધ્ધ થાય છે.પણ વિવશતા,ઋતુ-પ્રતિકુળતા અથવા અસ્વસ્થ પ્રક્રુતિ હોય તો હાથમો ધોઈને જ, ભીના કપડાથી શરીર લુછીને પણ કામ ચલાવી શકાય છે.
૨ સાધનાના સમયે શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરવા જોઈએ.ઠંડીનુ પ્રમાણ વધારે હોય તો કામળી ઓઢવી ઉત્તમ ગણાય.
૩ સાધના માટે એકાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા શોધવી જોઈએ.વાતાવરણ શાંતીમય હોય, એવા સ્થળૉ યોગ્ય ગણાય. અથવા ધરનો કોઈ શાંત ખુણૉ પસંદ કરી શકાય.
૪ સાધના વખતે ધોયેલું વસ્ત્ર પહેરવું.
૫ પલાંઠી વાળીને ટટ્ટાર બેસવું.કષ્ટસાધ્ય આસન માંડીને બેસવાથી શરીરને કષ્ટ થાય છે મન વારંવાર અસ્થિર અને વ્યંગ બને છે.તેથી એવી રીતે બેસવું જોઈએ કે લાંબા સમય સુધી કંટાળ્યા વિના બેસી શકાય.
૬ કરોડરજ્જુ હંમેશા સીધી રાખવી.કમર ઝુકાવીને બેસવાથી મેરૂદંડ વાંકો થઈ જાય છે અને સુષુમ્ણા નાડીમાં પ્રાણનું આવાગમન થવામાં અડચણ થાય છે
૭ આસના પાર્થયા વિના જમીન પર સાધના કરવા બેસવું નહી.એમ કરવાથી સાધના વખતે ઉત્પન્ન થતી શારીરિક વિધ્રુત નીચે જમીનમાં દડાઈ જાય છે ધાસ કે પાદડાથી બનાવેલું આસન સર્વથી ઉત્તમ છે. કુશનુ આસન,સાદડી,દોરડાનું બનાવેલું આસન સારું ગણાય છે ત્યાર પછી સુતરના આસનનો નંબર આવે છે ઊનનું તથા ચામડાનું આસન તાંત્રિક કર્મોમાં જ ઉપયોગી છે.
૮ માળા તુલસી યા ચંદનની લેવી જોઈએ.રૂદ્રાક્ષ,લાલ ચંદન,શંખ.મોતી આદિની માળા ગાયત્રીના તાંત્રિક ઉપગોગ માટે જ કામમાં લેવાય છે.
૯ પ્રાતઃકાળમાં ચાર વાગ્યે જપનો આરંભ કરી શકાય છે.સૂયાસ્ત થયા પછી એક કલાક સુધીમાં જપ સમાપ્ત કરી લેવા જોઇએ. બે કલાક સવારનો અને એક કલાક સાંજનો એમ કુલ ત્રણ કલાક સિવાય રાત્રિના બીજા ભાગોમાં ગાયત્રીની દક્ષિણમાર્ગી સાધના કરવી નહી.
૧૦ સાધનાની બાબતમાં ખાસ કરીને ચાર વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.(અ)ચિત્ત એકાગ્ર હોવુ જોઇએ અને આમતેમ ભટકવું જોઇએ નહી,જો ચિત્ત બહુ દોડાદોડ કરે તો તેને માતાની છબીના દયાનમાં રોકવું જોઇએ.(બ્)માતા પ્રત્ય અગાધ શ્રધ્ધા અને વિસ્વાસ હોવા જોઇએ.શંકા-કુશંકા કરનારાને પુરતો લાભ મળતો નથી (ક)દઢતાથી સાધનામાં મંડયા રહેવું જોઇએ.અનુત્સાહ
મનનો ઉચાટ,નીરસતા,જલદી લાભ ન મળવો,અસ્વથ્તા અને બીજી સાંસારિક મુશ્કેલીઓનું માર્ગમાં આવવું એ સાધનામાં વિધ્ન છે.વિધ્નોનો સામનો કરી પોતાના માર્ગ પર દઢતાપૂર્વક ચાલવું જોઈએ (ડ)નિરંતરતા એ સાધનાનો આવશ્યક નિયમ છે અત્યંક આવશ્યક કામ હોય અથવા વિષય સ્થિતિ ઉત્પન્ન થઈ હોય છતાં કોઇને કોઇ રીતે હાલતાં ચાલતાં પણ માતાની ઉપાસના કરી લેવી જોઇએ કોઇ પણ દિવસ ક્રમ ભાગવાની ભુલ કરવી નહી. સમય પણ રોજરોજ બદલવો નહી.કદી સવારે કદી ત્રણ વાગ્યે,એવી અનિયમિતતા ઠીક નથી.આ ચાર નિયમોથી કરાયેલી સાધના બહુજ પ્રભાવશાળી હોય છે.
૧૧ ઓછામાંઓછી એક માળા અર્થાત ૧૦૮ મંત્ર દરરોજ જપવા જોઇએ. એનાથી વધારે જપાય તેટલું સારું.
૧૨ કોઈ અનુભવી તથા સદાચારી વ્યક્તિને સાધના-ગુરૂ નિયત કરીને સાધના કરવી.જોઇએ.પોતાના પાસે કઈ સાધના યોગ્ય છે એનો નિર્ણય એની પાસે કરાવવો જોઇએ.રોગી પોતાના રોગને પારખવા તથા દવાપરેજી કરવાનો નિર્ણય કરવા માટે અસમર્થ હોય છે તેથી તેને વૈદની સલાહ લેવી પડે છે એ જ પ્રમાણે આપણી મનોભુમિને અનુકુળ સાધનાવિધિ બતાવે એવા ભુલો અને મુશ્કેલીઓનું સમાધાન કરે એવા સાધના ગુરૂ હોવા અતિ આવશ્યક છે.
૧૩ સવારની સાધના માટૅ પુર્વ તરફ મોઢુ કરીને અને સાંજે પશ્રિમ તરફ મો કરીને બેસવું જોઇએ. પ્રકાશ તરફ,સૂર્ય તરફ મોઢું રાખવું યોગ્ય ગણાય.
૧૪ પુજા વખતે ફુલન મળે તો ચોખા અથવા કોપરાને ઝીણું વાટીને તેને કામમાં લેવું જોઇએ. જો કોઈ વિધાનમાં રંગીન ફુલોની જરૂર હોય તો ચોખાને કંકુ,કેશર,ગેરૂ,મેંદી વગેરે દેશી રંગોથી રંગી લેવા.વિદેશી અશુધ્ધ ચીજોથી બનેલા રંગો કામમાંલેવા ન જોઇએ.
૧૫ લાંબા સમય સુધી એક પલાઠીએ એક આસન પર બેસવાથી પગ થાકી જાય છે તો ત્યારે તેને બદલી શકાય છે આમ પગ બદલવામાં કાંઈ દોષ નથી.
૧૬ મળ-મુત્ર ત્યાગ કે બીજા કોઈ અનિવાર્ય કામ માટે સાધનામાંથી વચ્ચે જ ઉઠવું પડૅ તો શુધ્ધ જળથી હાથ-મોં ધોયા પછી જ સાધનામાં પાછા બેસવું અને વિક્ષેપને માટે વધારાની એક માળા પ્રાયશ્રિત તરીકે કરવી.
૧૭ જો કોઈ દિવસ અનિવાર્ય કાર્ય માટે જપ સ્થગિત કરવા પડે તો બીજા દિવસે વધારાનો જપ દંડ તરીકે કરવો જોઇએ.
૧૮ જન્મ અગર મુત્યુના સૂતક વખતે શુધ્ધિ થાય ત્યાં સુધી માળા અદિની મદદથી કરાતા વિધિવત જપ બંધ રાખવા તેને બદલે માનસિક જપ કરવા.જો આવાપ્રકારનો પ્રસંગ સવાલક્ષ જપના અનુષ્ઠાન કાળમાં આવી જાય તો એટલો સમય અનુષ્ઠાન સ્થગિત રાખવું જોઇએ.સૂતક જતું રહ્યા પછી અટકેલી સંખ્યાથી આરંભ કરી શકાય છે અને વિક્ષેપકાળની શુધ્ધિને માટે એક હજાર જપ વધારાના કરવા.
૧૯ લાંબી મુસાફ્રરીમાં હોઇએ.માંદા પડી ગયા હોઇએ.તીવ્ર રોગીની સેવામાં પડયા હોઇએ ત્યારે સ્થાન આદિથી પવિત્રતા રાખવાની સગવડ રહેતી નથી એવી દશામાં માનસિક જપ ચાલુ રાખવા પથારીમાં પડયા પડ્યા,રસ્તામાં ચાલતા ચાલતાં કોઈ પણ પવિત્ર-અપવિત્ર હાલતમાં માનસિક જપ કરી શકાય છે.
૨૦ સાધકનો આહારવિહાર સાત્તિક હોવિ જોઇએ.આહારમાં સત્વગુણી,સાદા,સુપાચ્ય,તાજા તથા પવિત્ર હાથોથી બનાવેલા પદાર્થો હોવા જોઇએ.અધિક મરચા મસાલાવાળાં.તળેલાં.પકવાન.મિષ્ઠાન,વાસી ફુગાવેલા, દુર્ગન્ધ મારતા,માંસ,કોફી,ઉષ્ણ,દાહક,અનીતિથી ઉપાર્જિત,ગંદા માણસે તૈયાર કરેલા અને તિરસ્કારપુર્વક આપેલા ભોજનથી જેટલું બચાય તેટલું સારૂ છે.
૨૧ આપણો વ્યવહાર જેટલો સ્વાભાવિક,સરળ તેમજ સાત્વિક રહી શકે તેટલ ઉત્તમ,ફેશન,રતે ઉજાગરા કરવા,દિવસે સુવું,નાચ-ગાન,સિનેમા વગેરે વધારે પ્રમાણમાં જોવું,પારકી નિંદા,છિદ્રાન્વેષણ,કલહ,દુરાચાર ઇર્ષા,નિષ્ઠુરતા,આળસ, પ્રમાદ,મદ-મત્સરથી જેટલું બચી શકાય તેટલું બચવાનો પ્રયત્ન કરવો જોઇએ.
૨૨ આમ તો બ્રહ્મચર્ય સદા ઉત્તમ જ છે. પણ ગાયત્રી અનુષ્ઠાનના ૪૦ દિવસોમાં એની વિશેષ અને અનિવાર્ય આવશ્યકતા છે.
૨૩ અનુષ્ઠાનના દિવસોમાં કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે તે આ પ્રમાણે છે (૧)વાળ ન કપાવવા,દાઢી પોતાને હાથે જ બનાવવી.(૨)ખાટલા પર સુવૂં નહી.જમીન પર સુવૂ.(૩)એ દિવસોમાં ઉધાડે પગે દૂર સૂધી ફ્રરવુ નહી.રબરના ચંપલ,બુટકે લાકટાની પાવડીનો ઉપયોગ કરવો.(૪)એ દિવસોમાં એક વાર ભોજન અને એકવાર ફલાહાર કરવો.(૫) પોતાના શરીરના વસ્ત્રોને બીજાઓને ઓછા સ્પર્શ થવા દેવો.
૨૪ એકાંતમાં જપ કરતી વખતે માળા ખુલ્લી રાખીને ફેરવવી.જયાં ધણા માણસોની નજર પડતી હોય તેવી જગ્યાએ તેને ઢાંકી દેવી. અગર ગૌમુખીમાં રખીને ફેરવવી.
૨૫ સાધના પછી પુજામાંથી બચેલા અક્ષત,ધુપ,નૈવેધ,ફુલ,જલ,દીપક, હવનની ભસ્મ આદિને પગ તળે આવે તેવી જગ્યાએ ફેકી દેવા નહી.કોઇ તીર્થ,નદી,જલાસય,દેવમંદિર કપાસ,ડાંગર કે જવના ખેતર જેવા પવિત્ર સ્થાને વિસર્જન કરવા.ચોખા ચકલાને નાખી દેવા અને નૈવેધ બાળકને વહેચી દેવું અને પાણીને સૂર્યને અદર્ય આપી ચઢાવી દેવું.
૨૬ વેદોક્ત રીતની યૌગિક દક્ષિંઅમાર્ગી ક્રિયાઓમાંઅને તાંત્રિક વામમાર્ગી ક્રિયાઓમાં અંતર યોગમાર્ગી સરલ વિધીઓ આ પુસ્તકમાં લખવામાં આવી છે. એમા કોઈ વિશેષ કર્મકાંડની જરૂર નથી.શાપમોચન.કવચ,કીલન,અર્ચન,મિદ્રાઆંગન્યાસ આદિ કર્મકાંડ તાંત્રિક સાધનાઓ માટે છેઆ પુસ્તકને આધારે સાધના કરનારને બધાની આવશ્યકતા નથી.
૨૭ ગાયત્રીનો અધિકાર બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય આ ત્રણ દ્રિજાતિઓને છે.વર્ણ જન્મથી પણ થાય છે અને ગુણ-કર્મ સ્વભાવથી પણ થાય છે આજ્કાલ જન્મથી મનાતી જાતિઓમાં ગરબડ થઈ ગઈ છે.કેટલાક ઉચ્ચ વર્ણના લોકો સમયના ફેરફારને કારણે નીચા વર્ણમાં ગણાવામાં લાગ્યા છે.
અને કેટલાક નીચા વર્ણના લોકો ઊચા ગણાવા લાગ્યા છેઆવું હોય ત્યારે પોતાની સ્થિતિની બાબતમાં \’ગાયત્રી તપોભુમિ\’મારફત નિર્ણય કરાવી લેવો.
૨૮ વેદમંત્રનું સસ્વર ઉચ્ચારણ કરવું ઉચિત છે પરંતુ બધા લોકો યથાવિધિ સસ્વર ગાયત્રીનું ઉચ્ચારણ નથી કરી શકતા તેથી જપ એ પ્રકારે કરવા જોઇએકે કંઠમાથી ધ્વની નિકળતો રહે. હોઠ હાલતા રહે.છતાં પણ પાસે બેઠેલા માણસને પણ સ્પષ્ટ રીતે મંત્ર સંભળાય નહી.આ પ્રકારે કરાયેલા જપ સ્વરબંધનોથી મુકત છે.
૨૯ સાધનાની અનેક વિધિઓ છે.અનેક પ્રકારે તે કરાય છે. પોતાની સાધનાવિધિ બીજાને બતાવવામાંઆવે તો કંઈને કંઈ ખોડ કાઢીને સંદેહ અને ભ્રમ ઊભા કરે એવી શકયતા હોવાને લીધે સાધનાપદ્ગતિ ગમે તેને બતાવવીના જોઇએ.જો બીજા લોકો મતભેદ ઉત્પન્ન કરે તો પોતના સાધનાગુરૂનઆ આદેશને સર્વોપરી માનવો જોઇએ.જો કોઈ દોષની વાત હોય,તો તેનુણ પાપકે જવાબદારી સાધનાગુરૂને માથે પડે.સાધક તો સર્વથા નિર્દોષ અને શ્રધ્ધાયુકત હોવાથી તેને સાચી સાધનાનુ ફળ મળશે.વાલ્મિકીજી રામ નામનો ઊલટૉ જપ\’મરામરા\’કરીને પણ સિધ્ધ થઈ ગયા હતા.
૩૦
ગાયત્રી સાધના માતાની ચરણવંદના સમાન છે.તે કદી નિષ્ફળ જતી નથી અને તેનુ કદી ઊલટું પરિણામ આવતુ નથી.ભૂલ થઈ જતાં પણ કંઈ અનિષ્ટ થવાની આશંકા નથી.તેથી નિર્ભય અને પ્રસન્નચિતે ઉપાસના કરવી જોઇએ.બીજા મંત્રો વિધિસર ન જપાય તો અનિષ્ટ કરી બેસે છે,પણ ગાયત્રીમાં એ વાત નથી.તે સર્વસુલભ,અત્યંત સુગમ અને બધી રીતે તે સિસાધ્ય છે હા,તાંત્રીક વિધિથી કરવામાં આવેલી ઉપાસનાપૂર્ણ વિધિવિધાનનીાસાથે થવી જોઇએ એમાં અંતર પડે તો તે હાનિકારક છે.આ
૩૧ જેમ મીઠાઈ એકલાને ચૂપચાપ ખાઈ લેવી અને પાસેના લોકોને ન ચખાડવી એ સારું ન ગણાય,તેમ ગાયત્રીની સાધના પોતે કરતાં રહેવું અન્ય પ્રિયજનો,મિત્રો,કુટુંબીઓને એને માટે પ્રોત્સાહન ન આપવું એ બહુ જ મોટી ભૂલ અને સ્વાર્થ ગણાય.આમાંથી બચવા માટે વધારેમાંવધારે લોકોને એને માટે પ્રોત્સાહિત કરવા,
૩૨ માળા જપતી વખતે સુમેરૂ(માળાનો સહુથી મોટો મણકો)નું ઉલ્લંધન કરવું નહી.એક માળા પુરી કર્યા પછી એને મસ્તક તથા આંખોને અડકાડીને ઊલટાવી લેવી જોઇએ.આ રીતે માળા પૂરી થયા પછી દર વખતે ફેરવીનેબીજીનો આરંભ કરવો જોઇએ.
૩૩ આપની પુજાસામગ્રી એવી જગ્યાએ રાખવી કે જયાં તેનો બીજા લોકો સ્પર્શ ન કરે.
૩૪ કોઈ વાત સમજમાં આવતી નો હોય તો શાંતીકુજ દ્રારા એનિ સમધાન કરવી લઈ શકાઈ છે.