સામગ્રીઃ
૧કીલોગાજર,૧ લીટરદુધ,૪૫૦ ગ્રામખાંડ,૩ ચમચાદેશી ઘી,૧૫૦ગ્રામ કાજુ કાપેલાઅને.થોડો કાજુનો ભુકો
૧/૪ ચમચી એલચી પાવડર,૧૦ -૧૨નંગ બદામ
બનાવવાની રીતઃ
૧ કીલો ગાજર ખમણી એક વાસણ મા નાંખવા,
ત્યારબાદ તેમાં ૧લીટર દુધ ઉમેરવુ,તેને મધ્યમ તાપે ગેસ પર ૫થી૭ મિનિટ રાખવુ,
ત્યાર બાદ, ૪૫૦ ગ્રામ ખાંડ નાંખી તે ઓગળી ન જાય અને દુધ પુરુ શોષાય નહિ…
ત્યાં સુધી ધિરે ધિરે હલાવતા રેહવું,
ત્યાબાદ,૩ મોટા ચમચા દેશી ઘી તેમાં નાંખવુ અને તેને ૨થી ૩ મિનિટ હલાવવુ.
કાજુ કટકા અને તેનો ભુક્કો તેમાં નાખી અને ઝડપથી હલાવવું.,
ત્યારબાદ ૧/૪ ચમચી એલચી પાવડર નાખવો….અને મિક્ક્ષ થયા બાદ,
ગેસ પરથી ઉતારી એક વાસણમાં હલ્વો ઠારવો.
ગાર્નીસીંગ – શુસોભનઃ
થોડી બદામ ૨ કલાક પાણી માં પલાળી, ત્યારબાદ તેના ફોતરા કાઢી સમારવી,
અને થોડા કાજુ કટકા સાથે ઉપર છાંટવી.
હલવો ઠંડો કરીને / તેમજ ગરમ પણ પીરસી શકાય.