દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના પાંચ તાલુકામાંથી એક તાલુકો એટલે ગણદેવી. પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. ગણદેવીમાં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે.
ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે.