ગંગા નદી
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે.ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ ખુબ જ પ્રખ્યાત છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી માનવામાં આવે છે.ગંગા પાવન છે, નિર્મલ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય છે.ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે.
ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.પાછળથી તેનામાં બીજી નદીઓ ભળે છે જેવી કે યમુના,સન,ગોમતી,કોશી અને ઘાગરા. ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને ૧,000,000 ચો.ફૂટના વિસ્તારને આવરે છે.ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે.
વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે.અને નદીઓની પૂજા કરે છે. દિવ્ય ગંગા નદી અન્ય નદીથી અધિક મહત્વપૂર્ણ અને વિશેષ છે.ગંગા એક માત્ર એવી નદી છે જેનું પાણી હિમાલયની દુર્લભ ઔષધિય વનસ્પતિઓના ગુણોથી ભરપુર છે.વૈજ્ઞાનિક પરીક્ષણોથી એ સિદ્ધ થાય છે કે બરફ જેને ગ્લેશિયર કહેવામાં આવે છે એ પીગળવાથી ગંગા નદી બને છે અને દુનિયાના સર્વાધિક સ્ત્રોતમાં તેની ગણના થાય છે.ગંગા નદી દુનિયાની એક માત્ર એવી નદી છે જેનું પાણી અનેક વર્ષો સુધી સુરક્ષિત માનવામાં આવે છે.
પૌરાણીક કથા
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.
શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતીથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદ્ગતિ પ્રાપ્ત થઇ
પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી.યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે. ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે.ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં
આવે છે.
ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે.તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાનીઅણી પર છે.આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી.નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરનેપાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે.એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએનદીઓને જ ખતમ કરી દીધી.નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે જેઓ વર્ષોથી નદીઓનાં જળનો લાભ લેતા રહ્યા છે
ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે – ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન. ગંગામાં શાર્ક માછલી – ગ્લીફીસ ગંગેટિકસ – પણ મળી આવે છે – નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે
ગંગાની પવિત્રતાની લોકો સોગંધ ખાય છે, પરંતુ હવે ગંગા નિર્મલ રહી નથી. ગંગા પવિત્ર રહી નથી. ગંગાની પવિત્ર ડુબકી હવે લોકોને ધર્મ નહી બિમારી આપી રહી છે. જી હાં ગંગામાં ડુબકીથી તમને કેન્સર થઇ શકે છે. રિપોર્ટ ચોંકાવનારો છે, પરતુ સત્ય યોગ્ય છે કે ગંગાની પવિત્રતાને આપણે લોકોએ એટલી દૂષિત કરી દિધી છે કે હવે આ પવિત્ર નહી લોકોને કેન્સર જેવી ભયાનક બિમારી આપી રહી છે.
‘ધ ડિપાર્ટમેન્ટ ઓફ અટોમિક એનર્જી નેશનલ સેન્ટર ફૉર કંપોજીશનલ કેરેક્ટરાઇઝેશન ઑફ મૈટીરિયલ્સે’ ગંગાના વૉટર સેમ્પલની તપાસ કરી છે, તો ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે. તપાસથી ખબર પડી છે કે ગંગાના પાણીમાં કેન્સર કારક તત્વ જોવા મળ્યા. આ વૉટર સેમ્પલ જાન્યુઆરી 2013માં થયેલા કુંભ મેળા દરમિયાન લેવામાં આવ્યા હતા. અંગ્રેજી સમાચાર પત્ર ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના અનુસાર ગંગા ‘ક્રોમિયમ 6’ મળી આવ્યું છે. આ ‘ક્રોમિયમ’ ઝેરી પણ હોઇ શકે છે. તેના ઝેરીલા સ્વરૂપ ‘હેક્સાવેલેંટ ક્રોમિયમ’ કહે છે. ગંગાજળમાં તેની માત્રા સામાન્ય કરતાં લગભગ 50 ગણી વધુ હતી. રિપોર્ટ અનુસાર ક્રોમિયનની આટલી વધુ માત્રાના સંપર્કમાં આવતાં ઘણીબિમારીઓ થઇ શકે છે. તેમાંથી એક કેન્સર પણ છે. રિપોર્ટ અનુસાર ગંગામાં ક્રોમિયમ જેવા ઝેરીલા તત્વની વધુ માત્રા કાનપુરની ફેક્ટરીમાંથી આવી રહી છે. એનસીસીએમના અનુસાર ભારતમાં એવી ટેક્નોલોજી છે. જેથી આ ઝેરીલા તત્વને પાણીમાંથી સાફ કરી શકાય છે
નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે.
વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત
સુકાઈ રહ્યા છે. નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને
બચાવવા આગળ આવવું પડશે.