વિશ્વની મોટાભાગની માનવ સંસ્કૃતિઓ નદીના કિનારે વિકાસ પામી છે. ભારત વર્ષની જ વાત કરીએ તો મહાનદી ગંગાનો કિનારો ભારતીય સંસ્કૃતિનું કેન્દ્સ્થાન બન્યો. ગંગાજીએ ભારત વર્ષને બધુ જ આપ્યું. ભાગીરથના તપના પ્રતાપે માનવકલ્યાણ અર્થે ગંગાજી દેવાધિદેવ મહાદેવની જટામાં આવ્યા અને ત્યાંથી પોતાના અમૃત સમાન જળથી લોકોને ખેતીવાડીને પોષણ આપ્તી, તેના કિનારે વસેલ માનવસંસ્કૃતિઓને સમુધ્ધિ બક્ષતી, સાગરમાં સમાઈ જાય છે અને ત્યાંપણ જગતના પાલનકર્તા ભગવાન વિષ્ણુના પગનું પૂજન કરે છે.
સમસ્ત માનવકલ્યાણને પોતાનો ધર્મ સમજનારી માતા ગંગાના સંવત્સરમુખી ગંગા દશહરા તરીકે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઉજવાય છે. આ દિવસે માણસો નદીએ જઈને જળ અને તલનો અદર્ય આપે છે. જેનાથી બીજાની સ્ત્રી ઉપર નજર બગાડવી, અસત્યનું આચરણ કરવું, હિંસા કરવી, ખોટો વાણી વિલાસ, ખોટો દુરાગ્હ સેવવો વગેરે પ્રકારના દશ પાપોનો નાશ થાય છે. અને માણસનો ઉધ્ધાર થાય છે. ગંગામાં ભકિતભાવથી કરેલું સ્નાન શરીર તેમજ મનની બુધ્ધિને પણ પવિત્ર કરે છે.
આપણા વેદશાસ્ત્રમાં પણ ગંગાનું અનેરું માહાત્મ્ય ગાયું છે. ગંગા સ્નાન કરવાથી વ્યકિતના મનમાં ઉત્સાહ અને જાગૃત્તિનું નિમાર્ણ થાય છે. આદ્દગુરુ શંકરાચાર્યે પણ ગંગાને પાપ રોગ, શોક તેમજ અબુધ્ધતાને હરી લેનારી ગણી છે. ગંગાનું ભકિતભાવથી સ્નાન કરનાર કયારેય નરક યોનિમાં પ્રવેશ પામતો નથી. ગંગા તીરે હજારો ઋષિ મુનિઓએ સાધના કરીને અમૂલ્ય ફળ પ્રાપ્ત કર્યા. આપણા પૌરાણિક ગંથો પણ જણાવે છે કે, એક સમયે ગંગાનો કિનારો મહાન આર્યાવર્તની પ્રવૃતિઓનું મુખ્ય કેન્દ્ હતો અને ભારત વર્ષમાંથી ઋષિઓ, રાજાઓ અને પંડિતો આ તપોભૂમિમાં નિવાસ કરતા. આદ્દ રામાયણના રચયિતા ઋષિ વાલ્મીકીએ પણ ગંગાજીના જળને સર્વ પાપોના નાશકર્તા દર્શાવેલ છે.
ગંગાજીનું પૃથ્વી ઉ૫રનું અવતરણ સંપૂર્ણ જીવ સુષ્ટિના કલ્યાણ અર્થે થયેલું, અને જેમ એક માતા પોતાના સંતાનો પ્રત્યે કોઈ ભેદ રાખતી નથી તેમ ગંગાજીએ પૃથ્વી ઉ૫ર દેવ, માનવ, દૈત્ય, પશુ કે પક્ષી સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ કેળવી જેમ મૃત્યુ પમતા માણસના મોમાં ગંગાજીના જળનું એક ટીપું નાખવાથી તે મોક્ષની ગતિએ જાય છે તે જ રીતે અસૂરને પણ સદગતિ પ્રાપ્ત થાય છે. ગંગાજી એ પોતાના કર્મોથી તો માનવ કલ્યાણ કર્યુ ઉપરાંત ચારિત્ર્યવાન, તત્વજ્ઞાનિ, બ્હમચારી પુરુષ એવા ભીષ્મને જન્મ દઈ માનવમાત્ર ને સત્યનો માર્ગ ચીંધાડયો. ગંગાજીએ પૃથ્વી ઉપર અવતાર લઈ જીવનભર પોતાની જાતને માનવકલ્યાણ અર્થે સમર્પીત કરી અંતે ભગવાન વિષ્ણુના ચરણકમણોમાં સ્થાન મેળવ્યું તે જ રીતે હરકોઈ માણસ પોતાના સત્કર્મો દ્વારા તેનું અનુસરણ કરે તો અંતે પ્રભુની પ્રાપ્તિ થઈ શકે.