રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન કર્યું અને પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં દિગ્દર્શનના પાઠ શીખ્યા, ત્યાર બાદ તેમણે અમદાવાદની ઈસરો સંસ્થામાં ટેલિવિઝન વિભાગમાં નિર્માતા તરીકે પણ ફ્રજ બજાવી હતી… હિન્દી ફિલ્મોધોગને મનોરંજન અને વ્યાપારિક સફ્ળતા તરફ્ દોરવી શ્રેષ્ઠતા પુરવાર કરનાર ગુજરાતીઓ દ્યણા હશે, પરંતુ સત્યજિત રે, ઋત્વિક દ્યટકથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, કુમાર સાહની વગેરેની પંકિતમાં બેસે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પુરસ્કાર, પ્રતિષ્ઠા પ્રા કરે એવા ગુજરાતી સર્જકો કેટલા? કોઇ આ પ્રશ્ન કરે તો પહેલો અનુભવ મુંઝારાનો થાય અને પછી જે ફ્લ્મિસર્જક યાદ આવે તે કેતન મહેતા છે. રે, દ્યટક, અડૂરની જેમ તેમણે પોતાની પ્રદેશભાષામાં તો એક જ ફ્લ્મિ બનાવી ભવની ભવાઇ, પરંતુ મુદ્દો તો સમાંતરધારાની કહેવાય તેવી ફ્લ્મિના સર્જનમાં સતત સક્રિય રહેવાનો છે. તા. ૨૧૭૧૯૫૨માં નવસારીમાં જન્મેલા કેતન મહેતાની એ ભવની ભવાઇ૧૯૮૧માં રજૂ થયેલી તે જોતાં કહી શકાય કે પૂરાં અઠ્ઠાવીસ વર્ષથી તેઓ ફ્લ્મિસર્જનમાં છે અને આ અઠ્ઠાવીસ વર્ષમાં તેમણે દસ જ ફ્લ્મોિનું સર્જન કર્યું છે. ખોટી ઉતાવળ વિના તેમણે દરેક ફ્લ્મિને એક સર્જનાત્મક પ્રોજેકટની જેમ વિચારી છે. વળી, આ અઠ્ઠાવીસ વર્ષનો આંકડો ય થોડો ખોટો છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લઇ ચૂકેલા અને દિલ્હીમાં રહી અઘ્યાપન કરાવનાર ડો. ચન્દ્રકાંત મહેતાના આ દીકરાએ બચપણ મુંબઇમાં વિતાવેલું પરંતુ અર્થશાસ્ત્રમાં ગ્રેજયુએશન કરેલું દિલ્હીની સ્ટિફ્ન કોલેજમાં. એ વર્ષોમાં જ તેઓ દિશાંતર નામના નાટયજૂથ સાથે સંકળાયેલા. ભારતીય આધુનિક રંગભૂમિના સર્જનાત્મક અને સફ્ળ પ્રયોગની રાજધાની તરીકે દિલ્હી તે વર્ષોમાં સક્રિય હતી. કેતન મહેતાએ પૂણેની ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં ગ્રેજયુએશનનું વિચાર્યું. ૧૯૭૫૭૬માં ત્યાં ગ્રેજયુએશન પૂરું કર્યું ત્યારે મઘ્યસૂર્ય, કુલીઝ એટ બોમ્બે સેન્ટ્રલ નામની બે દસ્તાવેજી ફ્લ્મોિ વડે તેઓ ફ્લ્મિસર્જનમાં સક્રિય થઇ ચૂકયા હતા, પછી એકસપિરિયન્સ ઇન્ડિયા અને વાત તમારી જેવી વધુ દસ્તાવેજી ફ્લ્મિ ઉમેરતા સુધીમાં તેઓ અમદાવાદ, ઇસરોમાં ટીવી નિર્માતા તરીકે સક્રિય થયા. એ વર્ષોમાં ફ્લ્મિનિર્માણ માટે એક સહકારી સંસ્થા સંચાર ફ્લ્મિ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, અમદાવાદ સ્થપાઇ.એ નિર્માણ સંસ્થા હેઠળ જે પહેલી ફ્લ્મિ બની તે ભવની ભવાઇ. તે ફ્લ્મિ ગુજરાતી ભાષાની જ હતી પરંતુ તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા વગેરે નહીં બલકે હિન્દી સમાંતર ફિલ્મોનાં જાણીતાં નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, મોહન ગોખલે, ઓમ પુરી, દીના પાઠક, બેન્જાિમન ગિલાની, સુહાસિની મૂળે જેવાં અભિનેતા અભિનેત્રી પસંદ કરેલાં. ફ્લ્મિની કથાપટકથામાં એકથી વધુ સ્તરે દ્યટના અને પાત્રોને વિકસાવવા હંમેશ તત્પર કેતન મહેતા એ જ કલાકારો પસંદ કરી શકે તેમ હતા. એ પહેલી જ ફિલ્મે રાષ્ટ્રીય એકતા માટેની શ્રેષ્ઠ ફ્લ્મિ, શ્રેષ્ઠ આર્ટ ડિરેકશનના કુલ બે પ્રેસિડેન્ટ એવોર્ડ, ઉપરાંત ફ્રાન્સમાં પણ યુનેસ્કો કલબ મેડલ જીતી લાવી. (એ જ ભવની ભવાઇ હિન્દીમાં અંધેરી નગરી તરીકે રજૂ થયેલી. કેતન મહેતા ફ્લ્મિની કથાકથન શૈલીમાં પ્રયોગના હંમેશ પુરસ્કર્તા રહ્યાં છે અને તેનો બીજો પુરાવો તે હોલી. પહેલી ફ્લ્મિ અછૂતના ભવાઇવેશ પર આધારિત હતી તો આ હોલી મહેશ એલકુંચવારના મરાઠી એકાંકી નાટક પર આધારિત હતી, જેમાં કોલેજમાં થતા રેગિંગની વાત હતી. આ ફ્લ્મિને સળંગ કેમેરાવર્કથી ફિલ્માવવાનો પ્રયત્ન થયેલો. વચ્ચે દ્રશ્યો ન તૂટે તો દ્યટનાની અસર વધુ પ્રભાવી બને. એ ફ્લ્મિમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, દીપ્તી નવલ તો હતાં પણ આમિર ખાનને સાવ એકાદબે દ્રશ્યમાં જોવો હોય તો આ ફ્લ્મિ જોવી. કેતન મહેતા હંમેશ સાહિત્ય અને નાટયકૃતિ ઉપરાંત ઇતિહાસ અને સમાજ કેવી કેવી રીતે પરિવર્તન પામતો રહે છે અને તેમાં માણસની સ્થિતિ, સંજોગો કેવા વળાંકો લેતા હોય છે, તેનાં પૃથકકરણ, નિરીક્ષણથી પ્રભાવિત રહ્યાં છે. એમની ફ્લ્મોિમાંથી પસાર થતાં ખ્યાલ આવશે કે તેઓ કઇ કઇ રીતે આ બધું વિચારે છે અને પોતાની શૈલી સર્જે છે. બીજી એક બાબત એ પણ જોવા મળશે કે તેમણે ગુજરાતી સર્જકોની કતિને પણ વારંવાર ફ્લ્મિના વિષય તરીકે અપનાવી છે. તેમની ત્રીજી ફ્લ્મિ મિર્ચ મસાલા ચુનીલાલ મડિયાની વાર્તા પરથી હતી. ૧૯૮૮માં આવેલી હીરો હીરાલાલ નૌશીલ મહેતાના એકાંકી નૌશીલ મહેતા આત્મહત્યા કરે છે પરથી હતી, ૧૯૯૨ની માયા મેમસાબ માદામ બોવારી પર આધારિત હતી. ગુજરાતી કવિ, નાટયકાર સિતાંશુ યશચંદ્રએ લખેલી. ૧૯૯૩ની સરદાર ગુજરાતી ભૂમિ પરથી સ્વાતંત્ર્ય આંદોલનમાં એક સરદાર તરીકે નેતૃત્વ બક્ષનાર સરદાર પટેલના જીવનને કેન્દ્રમાં રાખતી હતી જેની પટકથા વિજય તેંડુલકર જેવા હિન્દીમરાઠીના જાણીતા નાટયકારે લખેલી. કેતન મહેતાએ આટલી ફિલ્મો પછી પોતાની દિગ્દર્શન શૈલીમાં પરિવર્તનસૂચક ઓ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા(૧૯૫૫) અને આર યા પાર જેવી ફિલ્મો આપી. ૨૦૦૫માં તેમની વર્ષોની મહત્ત્વાકાંક્ષા રૂપે મંગલ પાંડેબનાવી. ૧૮૫૭ના બળવા પરની આ ફ્લ્મિ મૂળ કારતૂસ તરીકે તેમણે વિચારેલી ત્યારે અમિતાભ બરચન મુખ્ય ભૂમિકામાં હતા. આ બની ત્યારે આમિર ખાન હતા. હવે તેમની રંગ રસિયા રજૂ થવામાં છે જે રાજા રવિ વર્મા જેવા મશહૂર ચિત્રકારના જીવન પર આધારિત છે. છેલ્લા ત્રણેક દાયકામાં હિન્દી ફિલ્મોમાં સક્રિય થયેલા ગુજરાતી દિગ્દર્શકોમાં કેતન મહેતા વિલક્ષણ રહ્યાં છે. આ બધા દિગ્દર્શકોમાં જેમની ફ્લ્મિને આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સતત સ્થાન મળ્યું હોય તો તે કેતન મહેતા છે. મિર્ચ મસાલાને હવાઇમાં શ્રેષ્ઠ ફ્લ્મિનો એવોર્ડ મળેલો. અમેરિકામાં એ ફ્લ્મિ બાવન સિનેમાગૃહોમાં રજૂ થયેલી. માયા મેમસાબ, સરદાર આંતરરાષ્ટ્રીય ફ્લ્મોિત્સવોમાં ચર્ચાસ્પદ બની હતી. અત્યારે રંગ રસિયા પણ વિદેશના ફિલ્મોત્સવમાં પ્રદર્શિત થઇ રહી છે. એક ફ્લ્મિ અને બીજી ફ્લ્મિ વરચે તેઓ કયારેક નાટક, કયારેક ટીવી ફ્લ્મિ અને ટીવી સિરિયલ પણ અજમાવતા રહ્યાં છે. પરેશ રાવલ, દર્શન જરીવાલા વગેરે અભિનેતા સાથે તેમણે મધુ રાયે કરેલું નાટયરૂપાંતર ચાણસ ભજવેલું તે પહેલાં ટીવી પ્લે તરીકે મધુ રાયનું કિસી એક ફૂલકા નામ લો બનાવેલું. એ જ મધુ રાયની નવલકથા પરથી મિ. યોગી ટીવી સિરિયલ બનાવેલી. ત્યાર બાદ વળી વિજ્ઞાનનો વિષય લઇ કેપ્ટ વ્યોમ બનાવી હતી. (વ્યોમ તેમના પુત્રનું નામ છે) કેતન મહેતા એવા દિગ્દર્શક કહી શકાય જે હંમેશ માઘ્યમ અને વિષયમાં અખતરા કરે પણ છેવટે ફ્લ્મિ પાસે જ આવીને અટકે. તેમની ફિલ્મોને સફ્ળ યા નિષ્ફ્ળના ખાનામાં નાખતા પહેલાં વાર્તાની દ્રષ્ટિએ તપાસતા સમજાશે કે ફ્લ્મિના માઘ્યમને તેમણે સમાજ પરિવર્તનના સાધન તરીકે પણ જોયું છે. ભવની ભવાઇમાં અછૂતની વાત હતી. જેનો કોઇ ખપ નથી એવા અછૂતને ગામનગરમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થાય ત્યારે વધેરવા માટે પસંદ કરવામાં આવે છે. પેલા અછૂતની લાગણી, વેદના, અંગત સંબંધો સાથે જાણે ઉચ્ચ શાસકવર્ગને કોઇ અનુકંપા નથી. એન.એફ્.ડી.સી.ના નિર્માણમાં બનેલી મિર્ચ મસાલામાં પણ સત્તાવર્ગ અને સામાન્યજનના સંદ્યર્ષની વાત છે. લાંબા સમય સુધી શોષણ, અત્યાચારનો ભોગ બન્યા પછી એક સ્ત્રી (સ્મિતા પાટિલ) વિદ્રોહનું નેતૃત્વ કરે છે અને તે પણ પોતાની પાસેનાં સાદાં સાધનોથી. મરચાં સૂકવતી, ખાંડતી સ્ત્રીઓ મરચાં વડે જ પોતાના વિદ્રોહનો લાલ રંગ પ્રગટાવી કર વસૂલતા સૂબેદાર (નસીરુદ્દીન શાહ)ની ટુકડીને ભગાવે છે. હોલી માં કોલેજમાં ચાલતું રેગિંગ કેવા આદ્યાતો જન્માવે તેની વાત હતી તો હીરો હીરાલાલમાં ભ્રમણાની કથા હતી. માયા મેમસાબમાં એક પતિ અને બે પ્રેમીઓ સાથેના એક સ્ત્રીના સંબંધની વાત છે. આ એક એવો નાજુક વિષય હતો કે મુખ્ય સ્ત્રીપાત્ર વેશ્યા તરીકે ઓળખાઈ શકે, પરંતુ કેતન મહેતાએ પડકાર ઝીલી લીધેલો. હા, આ ફ્લ્મિ દર્શકોનાં હૃદય જીતી શકી નહોતી. મંગલ પાંડેમાં ૧૮૫૭ના વીર નાયકને તેમણે વિલક્ષણ રીતે પડદા પર આલેખ્યો. રંગ રસિયા મરાઠીના રણજિત દેસાઇની કતિ પર આધારિત છે. દક્ષિણના શાજી.એન.કરુણે રાજા રવિ વર્મા પર ફ્લ્મિ બનાવવાની યોજના બનાવી ત્યારે માધુરી દીક્ષિત અને અજય દેવગણ હતાં. ફ્લ્મિના એક દ્રશ્યમાં માધુરીએ નગ્ન દ્રશ્ય આપવાનું હતું તેથી તેણે ના પાડી. કેતન મહેતાએ નોબેલ પારિતોષક વિજેતા સેનની અભિનેત્રીદીકરી નંદના સેનને લઇ ફ્લ્મિ બનાવી છે અને સેન્સરે તેને પુખ્તવયના માટેનું સર્ટિફિકેટ આપ્યું છે. ૧૯૭૮માં અર્ચના શાહ જેવાં ટેકસટાઇલ ડિઝાઇનર સાથે પરણ્યાં પછી અલગ થનાર કેતન મહેતાના જીવનમાં બીજી સ્ત્રી તરીકે દીપા સાહી ૧૯૮૮માં આવી. તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર વીત્યાં ૪૫ વર્ષથી કામ કરી રહ્યાં છે.