શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. શિવરાત્રી નિમિત્તે થતો ઉપવાસ એ શિવની સમીપ જવાનું સૂચન કરે છે. આ દિવસે ભાંગ પીને શિવપૂજામાં તલ્લીન થઈ જવાનું મહત્વ ખૂબ છે. ઘણા નશા માટે, ઘણા આનંદ ખાતર, ઘણા પ્રસાદ માનીને ભાંગનું સેવન કરે છે. સાચ ક્રિયા ભાંગની ભુલાઈ ગઈ છે, જે ખોટું છે. શિવરાત્રીના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાત પ્રચલિત છે. એક શિકારી હતો. તે કુંટુબનું ગુજરાન શિકાર કરીને ચલાવતો હતો. એક વખત સળંગ અઠવાડિયા સુધી તેને શિકાર ન મળ્યો. કુટુંબના પત્ની – બાળકોને ભૂખે ટલવળતાં ન જોઈ શક્યો. શિકાર કરવા જંગલમાં ગયો, ત્યાં તેણે એક હરણી જોઈ. તે તેનો શિકાર કરવા તત્પર થાય છે. હરણી મનુષ્ય વાણીમાં બોલે કે ‘હું મારાં બાળકોને મળીને આવું એટલીવાર મને રજા આપ.’ કાંઈક દયાથી, કાંઈક માયાથી શિકારીએ તેની વાત માની. રાતમાં તે સલામતી માટે બીલીના ઝાડ પર ચડી ગયો અને જંગલ વિસ્તાર સ્પષ્ટ દેખાય તે માટે આડે આવતાં બીલીના પાન તોડીને નીચે ફેંકવા લાગ્યો. નીચે શિવલિંગ પ્રતિષ્ઠિત હતું. હરણીએ ઘેર જઈ હરણ તથા નાનાં હરણાંને બધી વાત કરી. પત્નીને મરતી જોઈ હરણ તેની સાથે થયું હતું. મા-બાપ પાછળ બાળકો આવ્યાં. સંઘ શિકારી પાસે આવ્યો રાતનો ઉપવાસ તથા બીલીપત્ર શિવ ઉપર ચડતાં શિકારીનું હૃદય પરિવર્તન થયું. સાચાબોલાં હરણાં જોઈ તે પ્રસન્ન થયો. તેણે સૌને જીવનદાન આપ્યું. ત્યાર બાદ શિવ પ્રગટ થયા. હરણાં, શિકારી તથા તેના પરિવારને સ્વર્ગે-કૈલાસ લઈ ગયા. શિવપૂજામાં ધંતુરો, લાલ કરેણ , બીલીપત્ર ચડાવવામાં આવે છે તે સઘળાં આત્મસ્વરૂપ ગણાય છે. પરમાત્માના દિવ્ય અવતરણ વખતે આત્મા પતિત બની ગયા હોય છે. તેથી આવા આત્માને ઓળખી શિવને સર્મિપત કરવાનું મહત્વ છે. લિંગ ઉપર જળાધારી તે પણ આત્માનું સૂચન કરે છે. પોઠિયો બ્રહ્માનું સૂચન કરે છે. કાચબો સ્થિતપ્રજ્ઞ કર્મયોગીનું સૂચન કરે છે. શિવ ઉપર ત્રિપુંડ્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
આત્મા