૧ સંચિત કર્મ
૨ વર્તમાન કર્મ
૩ પ્રારબ્ધકર્મ
૧ સંચિત કર્મઃ જે પુર્વના અનેક જન્મોથી ભેગુ થયેલું કર્મ તે સંચિત કર્મ.
તે સાત્વિક,રાજસિક અને તામસિક તેઅણ પ્રકારનું હોય છે શુભ કે અશુભ તે સંચિત કર્મ ધણા કાળનું હોય છે છતાં પુણ્ય કે પાપરુપ તે કર્મ અવશ્ય ભોગવવું પડે છે.
૨ વર્તમાન કર્મઃ
વર્તમાન જન્મમાં જે કાઈ થઈ રહ્યુ છે તેને ક્રિયમાણ કર્મ અથવા વર્તમાન કર્મ કહેવાય છે અનેક જન્મોન સંચિત કર્મોમાથી જે કર્મફળ આપવા તૈયાર થાય છે.
૩ પ્રારબ્ધકર્મઃ
કાળાની પ્રેરણાથી જે કર્મફળ આપવાનો પ્રારંભ કરે છે તેને પ્રારબ્ધકર્મ કહે છે તેનો નાશ પણ ભોગથી જ થાય છે પ્રાણીમાત્રને પ્રારબ્ધકર્મ વર્તમાનમાં જે દેહ ધારણ કર્યો હોય છે ત્યારે જ ભોગવવો પડે છે.
દેવો,મનુષ્યો,અસુરો,યક્ષો,ગંધર્વો કે કિન્નરો જે કાંઈ શુભ કે અશુભ કર્મો કર્યા હોય તે અવશ્ય ભોગવવા જ પડે છે આ દેહનું કારણ જ કર્મ છે કર્મનો જયારે નાશ થાય છે ત્યારે પ્રાણીનો પણ નાશ થાય છે.