કુદરતની કરામત છે આ કરોળિયા નું જાળું.
કરોળિયા જેવા ઘણા એવા જંતુઓ છે જેઓ પોતાના કદ કરતા પ૦ ગણા ઉંચા-મોટા કુદકાઓ મારી શકે છે તેમજ પોતાના ખોરાકનો શિકાર કરે છે. વિશ્વમાં આવા ૩૭૦૦૦ કરોળિયા જેવા વર્ગના જંતુઓ છે જે ગોળાકારમાં પોતાનું જાળું ગૂંથી શકે છે અને આ જાળામાં ફસાઇ જતા જંતુઓનો શિકાર કરે છે.
ઘણા લોકો માને છે કે કરોળિયા ના જાળામાં મળતા તાતણાં ખરાબ છે, ઉપરાંત આવા જાળાં ખાસ કરીને છાપરા નીચે, તેમજ ઘરના અમુક ખુણામાં જોવા મળે છે. જાળામાંના તાતણાં એ કોઇ સામાન્ય તાતણાં નથી, તેમજ આ તાતણાં ઉપદ્રવકારક નથી પરંતુ કરોળિયા ની નેફિલા કલાવિયેસ જાત જે જાળાં બનાવે છે તેના તાતણાં લોખંડના તારથી પણ વધુ મજબૂતાઇ ધરાવે છે. કેવલર પ્લાસ્ટિક માટે કહેવાય છે કે જેને પોતાની હત્યા થવાનો ડર હોય છે તે ખાસ આ પ્લાસ્ટિકમાંથી બનાવેલા જેકેટ તેમજ વસ્ત્રો બનાવી પહેરે છે. તેના કરતા પણ આ કરોળિયા ના જાળાના તાતણાંમાંથી બનાવેલ જેકેટ તેમજ વસ્ત્રોની મજબૂતાઇ કેટલી હશે તેની કલ્પના કરી શકો છો. આવા જેકેટ કે વસ્ત્રોને બંદૂકની ગોળીની અસર થતી નથી. બૂલેટપ્રુફ જેકેટ આવા કરોળિયા ના જાળાના તાતણાંમાંથી બનાવી શકાય છે.
કરોળિયા ના જાળામાંથી બનાવવામાં આવતું રેશમ સ્ટીલના જેટલી શકિત ધરાવે છે. આ રેશમનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. કહેવાય છે કે ચંગીસખાન લડાઇના સમયે આવા જાળાનાં તાતણાંમાંથી બનાવેલા ખાસ વસ્ત્રો પહેરતો. નેશનલ જીયોગ્રાફી ચેનલમાં એકવાર દર્શાવવામાં આવેલ કે આવા જાળામાંથી બનાવેલ દોરડા વડે જમ્બો જેટ વિમાનને ખેંચી શકાય છે. કુદરતની આવી કમાલ જોઇને વૈજ્ઞાનિકોએ આવું કૃત્રિમ સ્પાઇડરસિલ્ક કાપડ બનાવવાના પ્રયત્નો શરુ કર્યા છે. કારણ કે આવા મજબૂત દોરડા અને વસ્ત્રોની બજારમાં માંગ ઘણી છે.
સ્પાઇડરસિલ્કનો ઉપયોગ ગ્રીકના સમયમાં ઘા લાગ્યા હોય તેને ટાંકા લેવા માટે, તેમજ ઓસ્ટ્રેલિયામાં માછીમારી માટે ખાસ પ્રકારની જાળ તૈયાર કરવામાં આવતી તેમાં થતો હતો. વિશ્વ યુધ્ધ – બીજા પછી