સ્વપ્નામાંથી જગાડી
ઓખાહરણ-કડવું-૩૨ (રાગ-સોરઠ)
સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી દહાડી રે હો.
અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેં હો;
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો.
ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી; મને સ્વપ્નામાંથી જગાડી રે હો.