ઓખાહરણ-કડવું-૨૨ ((રાગ-સાખી)
હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;
એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર.
સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;
પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર.
(ચોપાઈ)
બાઈએ છોડી નાખ્યા હાર રે,
આ તું લે તારો શણગાર રે;
હું તો નહિ પામું ભરથાર રે,
નહિ ઓઢું ઘાટડી રે.
બાણાસુર મારો બાપ રે,
મારા કોણ જનમનાં પાપ રે;
મુને નહિ પરણાવે આપ,
નહિ જોઉં વાટડી રે.