ક્રોધી મનુષ્ય રાક્ષસ જેવો દેખાય છે. એમ કહેવાતું હતું કે રાક્ષસને માથે બે શગડાં હોય છે. તે દેખાવમાં ભારે
કદરૂપો તથા બિહામણો હોય છે. તેનું પેટ મોટું , નારિયેળ જેવડું નાક, એટલે રાક્ષસ, રાક્ષસ હસે ત્યારે જાણે ગુફા
ફાટી.
આ બધાં વર્ણન વાળો રાક્ષસ આપણો ્ફ સિરિયલ મહાભારત, રામાયણ કે શ્રીકાૃષ્ણ સિરિલયલમાં જોયો હશે.
આજે આવા વરવા દેખાવવાળા મનુષ્યને જોવો હોય તો કોઇ ગુસ્સે થયેલા મનુષ્યને જુઓ. તેને પણ અરીસો
બતાવો. તે પોતાની જાત અરીસામાં જોઇને જ રાક્ષસને પ્રત્યક્ષ મળ્યાની વાતને અનુમોદન આપશે.
ક્રોધ એ વ્યકિતની માનસિક નિર્બળતાનું લક્ષણ છે. તેની ઊત્પત્તિ હંમેશાં મુર્ખાઇ કે નિર્બળતાથી થાય છે. તેનો
અંત પશ્ચાતાપ કે શોકમાં પરિણમતો હોય છે. મનુષ્ય જયારે ક્રોધે ભરાય છે ત્યારે તે વિવેક ખોઇ બેસે છે. જયારે
આપણને ક્રોધને ક્રોધ ચડે ત્યારે આપણે ૧થી ૧૦૦ સુધી ગણવા બેસી જવું જોઇએ. જો કોઇને જોઇને આપણને જગા
છોડી દેવી જોઇએ જો માનવીમાં રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો છડીના છઠ્ઠા ભાગમાં દુનિયાનો નાસ
થઇ જાય. જો ક્રોધીને શાંત ન પડાયતો ક્રોધીને નુકસાન તો થાય છે જ સાથે સાથે તેનો ભોગ બનેલી વ્યકિત પણ
નુકસાન બોગવે છે.
ક્રોધી મનુષ્ય ન કરવા જેવાં કામ કરી બેસે છે. ક્રોધ આપણા શરીરની બહાર નહીં પણ અંદર જ છુપાયેલો હોય
છે. તેને આપણે બરાબર ઓળખી લેવો જોઇએ. જો તેમ ન કરીએ તો ક્રોધનું વાવાજોડું ભયંકર નુકસાન કરીને જાય
છે. જો કોઇ મનુષ્ય ક્રોધમાં આવી કોઇનું ખૂન કરી જેલના સળિયા પાછળ પહાચી જાય તો આખી જદગી તેને દુઃખ
દુઃખ અને માત્ર દુઃખ જ રહે છે. ક્રોધ ખૂબ શકિતશાળી છે. તે મનુષ્યનું સર્વ તપ અને પુણ્ય થોડી જ ક્ષણોમાં નાશ
પમાડે છે. ક્રોધ નામના રાક્ષસે કોઇ દેવી-દેવતાને નથી છોડ્યા.
દુર્વાસા મુનિ એટલે ક્રોધનું બીજું નામ. દરેક જીવ જે ક્રોધી છે તેને ક્રોધ જડ પત્થર જેવો બનાવી દે છે. જો સીધો
માણસ કદી ક્રોધનો ગુલામ બને તો અનેક નિર્દોષ લોકોનો નાશ કરે છે.
ક્રોધનું મૂળ અજ્ઞાન છે. અહંકાર ભાવ છે. જયારે કોઇનું અપમાન કરવામાં આવે છે ત્યારે મનુષ્યને ભારે ક્રોધ
ચડે છે, જો કોઇ માણસના કામના વખાણને બદલે તેનું અપમાન કરીએતો તેને બહુ ગુસ્સો ચડે છે. માટે જ કહ્યું છે
કે ક્રોધ એ સાક્ષાત રાક્ષસનું જ સ્વરૂપ છે.