સંબંધો બહુ અટપટી ચીજ છે . સંબંધો વગરનો સમાજ શકય નથી . સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી .
આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ .
સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે .
દરેક સંબંધો જુદા જુદા હોય છે .
કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે .
દરેક સંબંધોની એક સીમા હોય છે .
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે .
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે .
આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્ક ò તિ છતાં થાય છે .
તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ
તમારા સારા – નરસા કે લાયક – નાલાયકની છાપ ખડી થતી હોય છે . આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે .
સંબંધો માણસની જરૂરિયાત છે .
સંબંધો બંધાતા રહે છે . સંબંધો તૂટતા પણ રહે છે . સંબંધો દૂર પણ જતા રહે છે . સંબંધો સરળ નથી .
સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની
જરૂર પડે છે .
કેટલા સંબંધો કાયમી ટકે છે ?
સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે .
સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય
છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે . સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે .
માણસ સંબંધો ગુમાવતો જાય છે . માણસ એકલો પડતો જાય છે .
ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે .
મારું કોણ ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ,
ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે .
ખટપટ , કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે .
દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ .
સંબંધો બહુ નાજુક છે .
સંબંધો પારા જેવા છે , ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે .
છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ – ડાઉન વખતે કેવું વર્તન કરે છે .
તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે .
સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ . સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ .
ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે .
સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી
શકે નહીં .
ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે . કેટલાક લોકો
સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે . સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી
By Jitendra Ravia
Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Jitendra Ravia's profile | Website