એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૨
દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા।
યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ।।૧૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે, તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરુપના દેદીપ્યમાન તેજ સમાન થઇ શકે. ||૧૨||
તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા।
અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા।।૧૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરુપમાં એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડનાં અનંત આવિર્ભાવોનું દર્શન થયું. ||૧૩||
તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ।
પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત।।૧૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. ||૧૪||
અર્જુન ઉવાચ
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂતવિશેષસઙ્ઘાન્।
બ્રહ્માણમીશં કમલાસનસ્થ- મૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્।।૧૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને કહ્યું : હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શીવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. ||૧૫||
અનેકબાહૂદરવક્ત્રનેત્રં પશ્યામિ ત્વાં સર્વતોનન્તરૂપમ્।
નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ।।૧૬।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. ||૧૬||
કિરીટિનં ગદિનં ચક્રિણં ચ તેજોરાશિં સર્વતોદીપ્તિમન્તમ્।
પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તા- દ્દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્।।૧૭।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. ||૧૭||
ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે।।૧૮।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ જ પરમ આધ્ય શ્રેય તત્વ છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રયરૂપ છો. આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. ||૧૮||
અનાદિમધ્યાન્તમનન્તવીર્ય- મનન્તબાહું શશિસૂર્યનેત્રમ્।
પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રમ્ સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્।।૧૯।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપનાં તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. ||૧૯||
દ્યાવાપૃથિવ્યોરિદમન્તરં હિ વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ।
દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્।।૨૦।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વ લોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપનાં આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોક ભયભીત છે. ||૨૦||
અમી હિ ત્વાં સુરસઙ્ઘાઃ વિશન્તિ કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ।
સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસઙ્ઘાઃ સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ।।૨૧।।
ગુજરાતી ભાંષાન્તર ઃ દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓનાં તથા સિદ્ધોના વૃંદો “કલ્યાણ થાઓ” એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. ||૨૧||
રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વેશ્િવનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ।
ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસઙ્ઘા વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે।।૨૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વેશ્વેદેવો, બંને અશ્વિનીકુમારો, મરુતગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિધ્ધ્દેવો-એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. ||૨૨||