ઋષિકેશ-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો
ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે યોગનગરી કે તીર્થનગરી તરીકે પણ ઓળખાતા આ સ્થળ પર હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓ યાત્રા માટે આવે છે. તે યોગ અને ધ્યાન આદિ માટે પ્રચલિત છે. તે હરિદ્વારથી ૨૫ કિ.મી. ના અંતર પર આવેલું છે.આને હિમાલયનું પ્રવેશદ્વાર કહે છે ‘રાઈભ્ય ઋષિ’એ ઋષિકેશ સ્વરૂપે ભગવાન વિષ્ણુ ની કરેલી તપસ્યા ની ફળશ્રુતી સ્વરૂપે આ જગ્યાનું નામ પડ્યું છે.આ સાથે વિકાસ પામતું ઉપનગર મુની-કી-રેતી; શિવાનંદ આશ્રમ અને સ્વામી શિવાનંદ સ્થાપિત ડિવાઈન લાઈફ સોસાયટી ધરાવતું શિવાનંદ નગર, ઉત્તર ઋષિકેશ; લક્ષમણ ઝૂલનું ક્ષેત્ર, થીડી વધુ ઉત્તરે આવેલ છૂટા છવાયેલ આશ્રમો અને પૂર્વ કાંઠે આવેલ સ્વર્ગ આશ્રમ આદિ ક્ષેત્રને પણ ઋષિકેશ ગણાય છે. વહેલી પરોઢે ત્રિવેણી ઘાટ પર થતી ગંગા આરતી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. અહીંથી ૧૨ કિમી દૂર જંગલમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને ૨૧ કિમી દૂર આવેલ ‘વશિષ્ઠ ગુફા’ એ સ્થાનીય લોકોમાં પ્રખ્યાત પૂજા સ્થળ છે.
પ્રખર વિદ્વાન જેવાકે સ્વામી વિવેકાનંદ સ્વામી રામ તીર્થ અને સ્વામી શિવાનંદ આદિએ અહીં શિક્ષણ લીધું હતું.
ઋષિકેશમાં ઘણાં યોગ કેંદ્રો આવેલા છે અને આને ઘણી વખત “વિશ્વની યોગ રાજધાની” કહે છે. એમ કહે છે કે ઋષિકેશમાં કરેલ યોગ સાધના અને ગંગામાં મારેલ ડુબકી આત્માને મોક્ષની વધુ નજીક લઈ જાય છે. રાફ્ટીંગના ખેલ માટે ઋષિકેશ પ્રખ્યાત છે. આ ખેલ માર્ચ અને જુલાઈ વચ્ચે રમાય છે.
ચારધામની યાત્રા અહીંથી શરુ થાય છે જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, અને યમનોત્રીનો સમાવેશ થાય છે. અહીં દુકાનદારો અને વિતરકો પ્લાસ્ટીક વાપરવા પર બંધી ધરાવે છે.