ઉમરેઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઉમરેઠ અંગે વધુ કહીયે તો, ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં વસેલું ઉમરેઠ શહેર પૃથ્વીના ઉત્તરઅક્ષાંસ ૨૨.૪૫‘તથા પૂર્વરેખાંશ ૭૩.૭‘ઉપર આવેલું છે.વિક્રમ સંવત ૫૫૫ ની સાલમાં લેઉઆ પાટીદાર જૂહા પટેલે ઉમરેઠ ગામ વસાવેલું છે. માત્ર ૮ કુટુંબના વસવાટથી વસેલું આગામ આજે તો તાલુકાના મુખ્ય ગામ સ્વરૂપે વસેલું છે. ગામની ફરતે કોટ (કિલ્લો),ચારેય દિશામાં દરવાજા,પ્રત્યેક દિશામાં સુંદર સરોવરો અને ઘેઘૂર લીલીછમ વનરાજીથી રળિયામણું આ ઉમરેઠ શહેર સર્વપ્રકારે સમૃદ્ધ ચરોતેર પ્રદેશના ઉંબરા સ્વરૂપે કહીશકાય. ગામની ચારેયદિશાઓનાં ચાર ખૂણાઓમાં સુંદર ચાર સરોવરો છે તે ગામની શોભામાં અભિવૃદ્ધિકારક છે. તેના નામો આ મુજબ છે.
(૧) માલવસરોવર (૨) પીપળીયાસરોવર (૩) રામસરોવર (૪) વડુસરોવર.
ગામમાં શ્રી મૂળેશ્વર મહાદેવ,શ્રી જાગનાથ મહાદેવ,શ્રી બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે તથા વિષ્ણુ,ગણપતિ,દેવો વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે. ‘કેવળપુરી’નામ ના એક બાવાજી વિધવાન હતા અને કવિ પણ હતા. તેઓ શ્રી ઉમરેઠમાંરહેતા. સં.૧૮૪૦ ની સાલમાં તેમણે ઉમરેઠમાં આશ્રમની સ્થાપના કરેલી. તેમણે ગુજરાતી તથા હિન્દી માં કેટલાક કાવ્યો લખેલાં છે. સંવત ૧૮૫૫ ના ફાગણ સુદ ૧૧ ના શુભ દિવસે શ્રી નીલકંઠવર્ણી સર્વ પ્રથમ ઉમરેઠ પધારેલા અને જાગનાથ મંદિરમાં રાત્રીવાસ રહ્યા એ સમયે‘બાજખેડાવાળ‘જ્ઞાતિના ઋગ્વેદી વિપ્ર નરભેરામ માણેકજી દવે તથા રૂપરામ આદિત્યરામ ઠાકર આ બંને વિપ્રોએ નીલકંઠવર્ણીના દર્શન કર્યા. વર્ણીને ફળાહાર કરાવીને સેવાનો અલભ્ય લાભ લીધેલો. ત્યારપછીના સમયમાં શ્રી સહજાનંદસ્વામી અનેકવાર ઉમરેઠ પધારેલા અને ધર્મોપદેશઆપીને તેમજ ઐશ્વર્ય,ચમત્કારો બતાવીને ઉમરેઠના ઘણામુમુક્ષોને પોતાના શિષ્યો બનાવ્યા. તે સર્વેશિષ્યો એ સંવત ૧૮૫૫ ના વૈશાખ સુદ ૧૦ ને બુધવાર ઉમરેઠમાં સર્વ પ્રથમ સ્વામિનારાયણ મંદિર બંધાવેલું.
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગને પહેલાના જમાનામા અમરાવતી તરીકે ઓળખવામા આવતુ હતુ, તેમજ છોટાકાશી અને ચરોતરના ઊંબરા તરીકેનું બહુમાન પણ ઉમરેઠને મળ્યું છે, આજે પણ પત્રકારો અને લેખકો જ્યારે ઉમરેઠનો ઉલ્લેખ કરે છે ત્યારે છોટાકાશી કે પછી ચરોતર નો ઊંબરો તરીકે પણ ઉમરેઠને ઓળખાવે છે,ખાસ કરીને હાલમાં સાડીઓની દુકાનો થી પ્રચલીત થયેલ ઉમરેઠને હાલમા હવે સિલ્ક સિટી તરિકે પણ ઓળખવામા આવે છે.
મમરા પૌવાની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે,ઉમરેઠના બનેલા મમરા પૌવા દેશમાં તેમજ વિદેશમાં પણ જાય છે,કહેવાય છે ઉમરેઠની ધરતીને કેટલાય મહાનુભાવોએ પાવણ કરી છે,જેમા મહાત્મા ગાધીજી,મીરાબાઈ,સુભાષચન્દ્ર બોઝ,બાદશાહ જહાગીર,શંકરાચાર્ય,નો પણ સમાવેશ થાય છે.ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં આજે પણ રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે.
ઉમરેઠ પાસે દુર્લભ ઐતિહાસિક વારસો છે,ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ ઐતિહાસીક જાગનાથ મહાદેવ લગભગ ૧૦૫ વર્ષ જુનૂ છે જે ગામના ખડાયતા લોકોએ બધાવ્યું હતુ. ઉમરેઠમા પ્રવેશ કરવા માટે ૬ મુખ્ય દરવાજા આવેલ છે, ઉમરેઠ મુખ્યત્વે ભ્રાહ્મનોનું ગામ કહેવાય છે,ને ઉમરેઠમા તેઓની વસ્તી પણ મુખ્ય છે,ત્યાર પછી વાણિયાની વસ્તી ઉમરેઠમા વધારે છે, પહેલાના સમયમા ચરોતરમા વેપારી મથક તરીકે ઉમરેઠની ઓળખ હતી ત્યારના સમયમા ઉમરેઠને લોકો સોનાની પાંખ તરીખે પણ ઓળખતા હતા.
પહેલાના સમયમા ઉમરેઠે માત્ર સારો સમય નહી પણ ખરાબ સમય પણ જોય હતો,ઈ.સ ૧૬૮૭ દુકાળની પરિસ્થીતી પણ ઉમરેઠના લોકોએ જોઈ છે.ઉમરેઠની જ્યુબીલી સ્કુલ તેમજ રેલ્વે સ્ટેશન ૧૦૦ વર્ષ થી પણ જુના છે,ખેડા જિલ્લામા પહેલુ પ્રિન્ટીગ પ્રેસ ઉમરેઠમા બન્યુ હતુ,ઉમરેઠ નગરમા સ્વામિનારાયણ ભગવાન,પણ આવી ગયેલ છે અને ઉમરેઠના ઓડ બઝાર ખાતે આવેલ સ્વામિનારાયણ મદિરનો દસ્તાવેજ પણ ભગવાનના નામે છે.