પાંડિત્યના ભારથી ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલનો જન્મ સોજા ખાતે ઇ.સ. ૧૯૩૪ ના ઓગસ્ટ માસની સાતમી તારીખે થયો હતો. પિતાનું નામ શંકરભાઇ પિતાજી શિક્ષક હતા મેટ્રિક નો અભ્યાસ પૂરો કરી ભોળાભાઇ માણસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થી તરીકે તેઓ જે કંઇ જાણતા હતા તે બધું જ નિઃશેષપણે પોતાના વિદ્યાર્થીઓને આપી દેવા સદા તત્પર રહેતા માણસાનાં શકરીબહેન ડો.ભોળાભાઇનાં પત્ની વિદ્યાર્થીકાળ દરમિયાન જ ભોળાભાઇ સંસ્કૃત છંદોમાં કાવ્યો લખતા એ અરસામાં બે-ત્રણ નવલિકાઓ પર પણ એમણે હાથ આજમાવ્યો હતો. નોકરી કરતા તેઓ બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા સાથેના ગાઢ પરિચયને કારણે તથા તેમની અભ્યાસપ્રવૃત્તિથી આકર્ષાઇ શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિર્વિસટીના તેઓ ફેલો નિમાયા અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યુ હતું યુનિર્વિસટીમાં તેઓ પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા હતા ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક ડિપ્લોમાં પણ તેઓ ધરાવે છે. ગુજરાતી અને હિન્દી ભાષાઓ વચ્ચે સેતુ થવા બદલ છેલ્લા વીસેક વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબનું એમણે એવેતન સંપાદન કર્યું છે. એ સામાયિકમાં સંપાદક તરીકે ભોળાભાઇએ લખેલા સંપાદકીય લેખો પૈકી કેટલાક પુસ્તકાકારે સંગૃહિત કરવામાં આવ્યા છે. એ સંગ્રહ મળી માતૃભાષા મને ગુજરાતી ને ઇ.સ. ૧૯૯૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક આપી વિવેચક તરીકે ભોળાભાઇનું બહુમાન કરવામાં આવ્યું છે. ઇ.સ. ૧૯૯૬માં ગુજરાત સાહિત્ય અકાદમીએ સાહિત્યિક પરંપરાનો ઇતિહાસ નામનો વિવેચનસંગ્રહ પ્રકાશિત કરેયો હતો. તુલનાત્મક સાહિત્યની દિશામાં એ ગ્રન્થ દ્ધારા મૂલ્યવાન માર્ગદર્શન સાંપડે છે.