ઈસુના નવા વર્ષનું બહાનું લઈને આપણે સૌએ કંઈક પ્રેરણારૂપ અને પ્રયોજનવાળુ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ.આજથી એકથી ૧૨૦ વર્ષ પહેલા જગતને ઉત્તમ પ્રરણાદાયી કવિતાઓ આપનારા અને બચપનથી જ સંધર્ષનો સામનો કરનારા અંગેજ કવિ લોર્ડ આર્થર ટેનિસનને થોડાક યાદ કરીએ. તેમના પિતા ડઝન ડઝન બાળકોને અને જબ્બર દેવું છોડીને સ્વર્ગે સીધાવ્યા.ટેનિસન પુરુ ભણી ન શકયા.પણ દરિયાકાઠે જન્મેલા એટલે નવ વર્ષની ઉંમરે સમુદ્રના મોજા જોતાં જોતાં કવિતા લખતા થયા.જિંદગીમા કેટાલીક કટુતા અનુભવી પડી.દાદાએ ઉછેર્યા પણ દાદી ટપાર્યા કરતી.કવિતાનો વ્યાસંગ છોડયો નહિ.નવું ઇસુનું વર્ષ આવી રહ્યુ છે ત્યારે તેમની કવિતા ટોપિકલ લેખું છુ.તેમની ખ્યાતી વધી ત્યારે કોઈએ બચપણની કઠણાઈઓ વિષે બોલવા કહ્યુ ત્યારે આ કવિતા બોલી સાથે કહ્યુ કે \”હું યુવાનોને સંદેશો આપુ છુ કે કંઈક-પ્રયોજનવાળૂં જીવો.આજે જ સંકલ્પ કરો કે હુંમારા જનનો શું અર્થ છે તે નક્કી કરીને જીવનને સાર્થક કરવા ટ્રાય કરીશ.તમામ જુની વાતોને બુલી જાઓ.
રિંગ આઉટ ઓલ્ડ,રિંગ ઇન ધ ન્યુ રિગ હેપ્પી બેલ્સ ઓલ એરઔન્ડ,ધ યર ઇઝ ગોઇગ,લેટ હિમ ગો…
જૂની તકલીફો કે અન્યાયોના ગાણા ન ગાયા કરીએ.ભૂલાયેલા દુઃખને યાદ કરવાથી દુઃખ બમણૂં થાય છે જૂનુ વર્ષ વિદાય લઈ રહ્યુ છે.ભલે તેને ટા…ટા… કહી દો .દરેક રીટે.આજના લેખમાં વાચકને હું સામેલ કરવા માગું છું.તે પ્રેરણા મને ડો.ડેવિડ સિમેન માનના ફિલોસોફર પાસેથી મળી છે.૧૦-૧૦-૨૦૦૪ના રોજ ક્રિસમસ આવવાની હતી ત્યારે ન્યુયોર્કના એક કોફી હાઊસમાં ફિલોસોફર બેઠા હતા,તેઓ ન્યુયોર્ક યુનિવએસિટીના વિધાર્થી માટે હયુમેનિટીઝ ઉપરનો(માનવતા)નિબંધ લેપટોપ પર ટાઈપ કરી રહ્યા હતા.
તેમણે \”વ્હોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ\”આ જિંદગીનો અર્થ શું છે? આટલુ લખીને ઓનલાઈનની ચર્ચા કરવા માટે વહેતું મુકયું.માત્ર પંદર મિનીટમાં ૪૦ જાતના વિવિધ જવાબો આવ્યાઆરે મિનીગમાં ફિનિંગ શું?ખાઓ,પીઓ અને જલસા કરો.\”બીજાનો સંદેશ હતો.બિયર ગટગટાવો અને રોમાન્સ કરો.\” પણ બાકીના ધણાએ પોતાના જનનો અર્થ છે તેની ગંભીર ચર્ચા કરી.આટલા જબ્બર પ્રતિધ્વનિ પછી ડો.ડેવિડ સિમેને એક વેબસાઈડ ઊભી કરી અને સૌ વાંચકોને આમંત્રણ આપ્યુ કે પોતે જીવનનો જે અર્થ શોધ્યો હોય તેનો આત્મ વૃતાંત લખે.
આ ઉપર ન્યુયોર્ક ટાઈમ્સે બેસ્ટ સેલર ગણેલું પુસ્તક\”ધ પર્પઝ ડ્રિવન લાઈફ પ્રગટ કર્યુ અને જનનું પ્રયોજન શું છે તે જાણવાની અબળખા એટલી વધી કે રીક વોરનનું આ પુસ્તક ૧૦ લાખ કોપી તો ધડીકમાં ખપી ગઈ.(પુસ્તક નામ\”ધ પર્પઝ ડ્રિવન લાઈફ વ્હોટ ઓન અર્થ એમ આઈ હીયર ફોર).
આપણે સૌએ આ રોજ રોજ નહી તો દિવાળી નવા વર્ષ કે ક્રિસમસ કે નવા ઇસુના વરસે આ વાત વિચારવી જોઈએ.ઉપરના પુસ્તકમાં કવિ રસેલ કેલ્ફરની કવિતા ટાંકવામાં આવી છે.
ઇશ્વરે આપણને એમ ને એમ કાંઈ હેતુ વગર પૃથ્વીમાં ધકેલ્યા નથી.આપણે કાંઈ માતા-પિતાની વાસનાની જ પેદાશ નથી.કુદરતના કોઈ અવિકળ યોજનાનાં ભાગ રુપે પેદા થયા ઈએ.તો કંઈક ઉમદા કંઈક કૌતુક પેદા થાય તેવું કરીએ.આપણી આવતી કાલ ગઈકાલ જેવી રહેશે નહી.રહેવી પણ ન જોઈએ.જીવનમાં હરપળે કંઈક પરિવર્તન આવવું જોઈએ.૨૧મી સદીનો યુવા વર્ગ શું માત્ર આટલું જ વિચારે છે\”મને સારી ડિગ્રી મળે.પછીસારો ધંધો કે નોકરી મળૅ.
રુપાળી વહુ કે મન ગમતો વર મળૅ.સારો ફલેટ મળે અને પઈ મોટર પણ મળૅ,શું આટલું પર્યાપ્ત છે?આ તો કયારેક પણ મળીજ જશે.આ બધુ મેળવવું એજ જીવનનું પ્રયોજન હોયજ ના શકે.તમે પોતે જ એ વાત એક વિચારવંતા યુવા શક્તિરુપે વિચારશો કે મારે આ બધી માગ ભૌતિકતાથી તુષ્ટ થવાનું નથી.તમને સેલ્ફ-ફુલફિલમેન્ટની ધગશ જાગે છે.તમારે અનેક રીતે સ્વર્યસંપૂર્ણ થવુ હોય છે.માત્ર જે.કૃષ્ણમૂર્તિ કે યુ.જી.કૃષ્ણમૂર્તિ કે શ્રી શ્રી રવિશંકર કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને નિરાંતવા થવાનું નથી.વિવેકાનંદતો વર્ષો પહેલા તેમની સાથે જે એક માહોલ અને પડકાર હતો તે પ્રમાણે કહી ગયા.હવે તમારે તો ૨૧મી સદીમાં આવીને કોઈ પણ પ્રગતિને કે આધુનોક સગવડોને નિંદવાના નથી.તેના ભાગરુપ બની તે દરેક વસ્તુ માણીને તેના લાભાલાભ જોવાના છે.મિત્રો તમને ગોવાને કાંઠે ક્રિસમસના નસીલા પીણાં કે ડાન્સનો થોડોક ચટાકો પણ નિર્લેપતાથી કેવો જોઈએ.સૃષ્ટિની દરેક ચીજ જે ઇશ્વરે મોજ માટે રચી છે તે મોજની સંસ્કારિતા અને નેતિકતા જોઈને ન્હાણવાની છે.તમને કદી વિચાર આવ્યો છે કે બે અંગ્રેજો ભેગા થઈને \’પીણાનો \’ગ્લાસ ઊચકે છે ત્યારે \”ટુ ધ હેલ્થ ઓફ ફલાણા ફલાણા\”કેમ બોલે છે પાદરીઓ પણ આવા ગ્લાસ ક્રિસમસ સામસામા અફળાવતા પણ સબુર!હું ક્રિસમસમાં તમને પિવા તરફ ધકેલવા માગતો નથી કહેવા માગું છુ.પ્રયોજનવાળા જીવનનો માર્ગ કંડારીને પછી એ માર્ગમાં ૨૧મી સદીની જે જે કેડીઓ સામે આવી પડે તેનો અનુભવ લેવો જોઈએ.
ડો.ડેનિયલ યકિલોવિચ નામના સમાજશાસ્ત્રીએ કહેલું કે \”લાઈફ ઈઝ સેલ્ફ એકસપ્રેશન, ઈટ ઇઝ ક્રિએટિવિટિ,ઇટ ઇઝ એડવેન્ચર,લાઈફ ઇઝ મિસ્ટ્રી,ઇટ ઇઝ સેકરેડ,ધી સર્ચ ફોર સેલ્ફ ફુલ ફિલમેન્ટ,ાર્થાત આપણા જીવન દ્રારા આપણો આત્મા અને ઉશ્વર પૂર્ણ અણે પ્રગટ થવા માગે છે.મનની અંદર જે ગુંચવાતું હોય તે સાર તત્વ બહાર વ્યક્ત થવા માટે તરફડે છે.આપણી અંદર જે વાતો ધેરાતી હોય તેને બહાર આવવાની અદમ્ય ઇચ્છા થાય તે જ જીવન છે.જીવન એક સર્જકતા છે જીવન એક સાહસ છેરહસ્યોથી ભરેલું છે ભલે તમે ઊધી ગલીમાં જઈ આવ્યા હોય તે સાહસમાંથી બહાર આવો તે જ પર્યાપ્ત છે.તમારી જીવનશૈલીને નિખાલસ રાખો.મનમાં જે હોય તે બેધડક કહી દેવાની હિંમતકેળાવો બસ આનું નામ જ પ્રયોજનવાળુ જીવન અગર સેલ્ફ ફુલ ફિલ મેન્ટ.
ઇશ્વરે આપેલા જીવનનો અર્થ સમજવાનો પ્રયાસ કરો
કાન્તિ ભટ્ટ
દિ.ભા માથી…