આ લોકો સાથે વિવાદ કરશો તો જીંદગી વિરાન થઈ જશે.
કેટલાક લોકો નાની નાની વાતોમાં વિવાદ કરી બેસે છે તેમને આવો વિવાદ કરવા માગતાં નથી પણ જાણે અજાણે તે વિવાદમાં પડી જાય છે.અને પોતાના સંબંધોમાં કટુતા આવી જાય છે મનુ સ્મૃતિમાં આવા કેટલાક મનુષ્યની વિગતો આપી છે.આવા મનુષ્ય આપણે ગમે તેટલી મુસીબતમાં ફસાયેલા રહિશું તો પણ આપણી મદદ કરશે નહિ.માટે આ વ્યક્તિ સાથે કયારેય પણ વિવાદ કરવો નહિ.
યજ્ઞકરનાર,પુરોહિત,આચાર્યો,મહેમાનો,માતા,પિતા,મામા,તેમજ અન્ય સંબંધીઓ,ભાઈ,બહેન,પુત્ર,પુત્રી,પત્ની,પુત્રવધુ,જમાઈ, ઘરના સેવકો એટલે કે નોકરો સાથે ક્યારે પણ વિવાદ કરવો જોઈએ નહીં.
યજ્ઞ કરનાર:
યજ્ઞ કરનાર બ્રાહ્મણો હંમેશા માટે સમ્માન કરનારા હોય છે. જો તેનાથી કોઈ પણ પ્રકારની ભુલ થઈ જાય તો તેની સાથે વિવાદ કરવો જોઈએ નહીં. જો તમે તેની સાથે વિવાદ કરશો તો તમારી પ્રતિષ્ઠા ઘટશે. માટે યજ્ઞ કરનારા બ્રાહ્મણો સાથે ક્યારે પણ વિવાદ કરશો નહીં.
પુરોહિત.
યજ્ઞ, પૂજન જેવા ધાર્મિક કાર્યો સંપન્ન કરવા માટે એક વિદ્વાન બ્રાહ્મણની નિયુક્તિ કરવામાં આવે છે. જેને પુરોહિત કહેવામાં આવે છે. ભુલીને પણ ક્યારેય તમે પુરોહિત સાથે વિવાદ કરશો નહીં. પુરોહિતના માધ્યમથી પૂજન જેવા કાર્યો સંપન્ન થાય છે, જેનું પુર્ણ્ય યજમાન (યજ્ઞ કરાવનાર વ્યક્તિ)ને પ્રાપ્ત થાય છે. પુરોહિતો સાથે વિવાદો કરવાથી તમારા કામો બગડી શકે છે. જેનું પરિણામ યજમાને ભોગવવું પડી શકે છે. માટે પુરોહિતો સાથે કોઈ દિવસ પણ વિવાદ કરવો જોઈએ નહીં.
આચાર્ય.
પ્રાચિનકાળમાં ઉપનયન સંસ્કાર આપ્યા બાદ બાળકોને શિક્ષા આપવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. જે તેમને ભણાવતા હતા. વર્તમાનમાં આચાર્યનું સ્થાન સ્કુલના શિક્ષકોએ લીધું છે. મનુ સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય એટલે કે સ્કુલના શિક્ષકો સાથે ક્યારે પણ વાદ વિવાદ કરવો જોઈએ નહીં. જો તે તમારા બાળકને દંડ આપે તો તેનો સ્વિકાર કરવો જોઈએ. આચાર્ય હંમેશા પોતાના વિદ્યાર્થીઓનું સારું ઈચ્છતા હોય છે. માટે ભુલથી પણ આચાર્ય સાથે વિવાદ કરવો જોઈએ નહીં.
માતા.
માતા જ બાળકની પ્રથમ શિક્ષક હોય છે. માતા 9 મહિના બાળકને પોતાના પેટમાં રાખે છે. અને જીવનની પ્રથમ શિક્ષા પણ તે જ આપે છે. જો વૃદ્ધા વસ્થામાં માતાથી ભુલ થઈ જાય તો તેમને શાંતિથી સમજાવવા જોઈએ. તેની સાથે વાદ વિવાદ કરવો જોઈએ નહીં. માતાનું સ્થાન ગુરુ અને ભગવાનથી પણ ઉચ્ચુ માનવામાં આવ્યું છે. આ માટે હંમેશા તેમની પૂજા કરવી જોઈએ. માતા સાથે વાદ વિવાદ કરવો જોઈએ નહીં.
પિતા.
પિતા જન્મથી લઈને યુવાવસ્થા સુધી આપણું પાલન પોષણ કરે છે. આ માટે મનુ સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે પિતા સાથે ક્યારે પણ વાદ વિવાદ કરવો જોઈએ નહીં. પિતા પણ માતાની સમાન છે અને તે પણ પુજનીય છે. આપણે જ્યારે પણ મુસીબતમાં ફસાઈ છીએ ત્યારે સૌથી પહેલા પિતાની યાદ આવે છે. અને પિતા આપણી સમસ્યાનું સમાધાન પણ શોધી કાઢે છે. વૃદ્ધાવસ્થામાં પિતા પોતાના અનુભવોના આધારે આપણું માર્ગદર્શન કરે છે. આ માટે પિતા સાથે ક્યારે પણ વાદ વિવાદ કરવો જોઈએ નહીં.
ભાઈ.
હિંદુ ધર્મ પ્રમાણે મોટો ભાઈ પિતા સમાન હોય છે. તેમજ નાનો ભાઈ પુત્ર સમાન હોય છે. મોટો ભાઈ હંમેશા માર્ગદર્શક બનીને આપણને સાચો રસ્તો બતાવે છે. તેમજ તેના પર ચાલવાની પ્રેરણા આપે છે. જો નાનો ભાઈ કોઈ ભુલ કરે તો તેને માફ કરી દેવાનું તેનામાં મોટાપણું હોય છે. મુશ્કેલીઓ આવવા પર ભાઈ ભાઈની મદદ કરે છે. મોટો ભાઈ જો પરિવાર રૂપી આ વટવૃક્ષ છે તો નાનો ભાઈ તેની શાખા છે. આ માટે ભાઈ મોટો હોય કે નાનો તેની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો જોઈએ નહીં.
બહેન.
ભારતીય સભ્યતા પ્રમાણે મોટી બહેનને માતા અને નાની બહેનને પુત્રી માનવામાં આવી છે. મોટી બહેન તેના નાના ભાઈ કે બહેન માટે માતા સમાન છે અને તે પ્રકારે તેને સ્નેહ કરે છે. સંકટના સમયે તે તેને રસ્તો બતાવે છે. નાના ભાઈ કે બહેન પર જ્યારે પણ વિપદા આવે છે ત્યારે મોટી બહેન તેનો સાથ આપે છે.
નાની બહેન પુત્રી સમાન હોય છે. પરિવારમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ આવે છે ત્યારે નાની બહેન તેને યાદગાર બનાવે છે. નાની બહેન જ્યારે ઘરમાં હોય છે ત્યારે વાતાવરણ સુખમય બનેલું રહે છે. આ માટે મનુ સ્મૃતિમાં જણાવવામાં આવ્યું છે કે બહેન સાથે ક્યારે પણ વિવાદ કરવો જોઈએ નહીં.
પુત્ર.
હિંદુ ધર્મ ગ્રંથોમાં પુત્રને પિતાનું સ્વરૂપ માનવામાં આવ્યો છે. એટલે કે પુત્ર જ પિતાના રૂપમાં પુનઃજન્મ લે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પુત્ર જ પિતાને પું નામના નરકમાંથી મુક્તિ અપાવે છે. માટે પુત્ર માટે કહેવામાં આવે છે કે
पुं नाम नरक त्रायेताति इति पुत्रः
પુત્ર દ્વારા પિંડ દાન, તર્પણ જેવા કાર્યો કર્યા બાદ જ પિતાની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો પુત્ર ધર્મ માર્ગ પર ચાલનારો હોય તો વૃદ્ધાવસ્થામાં માતા પિતાનો સહારો બને છે અને પરિવારનું માર્ગદર્શન કરે છે. આ માટે મનુ સ્મૃતિમાં કહ્યાં પ્રમાણે પુત્ર સાથે ક્યારે પણ વાદ વિવાદ કરવો જોઈએ નહીં.
પુત્રી.
ભારતીય સંસ્કૃતિમાં પુત્રીને લક્ષ્મીનો રુપ માનવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે ભગવાન જેના પર પ્રસન્ન થાય છે તેને પુત્રી આપે છે. સંભવ છે કે પુત્ર વૃદ્ધાવસ્થામાં માતા પિતાનું પાલન પોષણ ન કરી શકે પરંતું પુત્રી હંમેશા તેનો સાથ આપે છે. પરિવારમાં થનારા માંગલિક કાર્યક્રમની રોનક પુત્રીઓથી જ હોય છે. વિવાહ બાદ પણ પુત્રી પોતાના માતા પિતાથી નજીક હોય છે. માટે પુત્રી સાથે વિવાદ કરવો જોઈએ નહીં.
પત્ની.
હિંદુ ધર્મમાં પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. જેનો અર્થ પતિના શરીરનો અડધો અંગ. કોઈ પણ શુભ કાર્ય કે પૂજનમાં પત્નીનો સાથ હોવો જરૂરી છે. તેના વિના જો પૂજા કરવામાં આવે તો તે પૂજાને અધુરી ગણવામાં આવે છે.પત્ની દરેક સુખ દુખમાં પતિનો સાથ નિભાવતી હોય છે. વૃદ્ધાવસ્થામાં જો પુત્ર કે સંબંધીઓ સાથ ન હોય ત્યારે પત્ની પતિની સાથે ચાલે છે. આ માટે મનુ સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે પત્ની સાથે વાદ વિવાદ કરવો જોઈએ નહીં.
પુત્રવધુ.
પુત્રની પત્નીને પુત્રવધુ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુત્રવધુને પણ પુત્રી સમાન સમજવી જોઈએ. પુત્રીઓના અભાવમાં પુત્રવધુ જ ઘરમાં રોશની લાવે છે. કુળની માન મર્યાદા પુત્રવધુના હાથમાં હોય છે. પરિવારના સભ્યો અને મહેમાનોની સેવા પણ પુત્રવધુ જ કરે છે. પુત્રવધુ વંશને આગળ વધારે છે.માટે પુત્રવધુથી જો કોઈ ભુલ થઈ જાય તો તેને માફ કરવી અને તેની સાથે વાદ વિવાદ કરશો નહીં.
મહેમાનો.
હિંદુ ધર્મમાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. માટે કહેવામાં આવે છે કે મહેમાન એ ભગવાનની સમાન હોય છે. તેનું સારી રીતે સ્વાગત કરવું જોઈએ. મહેમાનો સાથે ક્યારે પણ વાદ વિવાદ કરવો જોઈએ નહીં. જે વ્યક્તિ ભટકતો ભટકતો આપણા ઘરે આવ્યો હોય તેને પણ મહેમાન જ ગણવો જોઈએ. અથવા તો તમારાથી થઈ શકે તેટલી તેની સહાયતા કરવી જોઈએ. મહેમાન સાથે વાદ વિવાદ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચી શકે છે.
મામા અને અન્ય સંબંધીઓ.
મામા અને અન્ય સંબંધીઓ જેવા કે કાકા-કાકી, ફૈબા-ફુવા સાથે એ લોકો હોય છે જે આપણા બાળપણમાં સ્નેહ આપતા હતા. બાળપણમાં ક્યારેક આપણી જરૂરીયાતો પણ પુરી કરતા હતા. આ માટે તેમનું સમ્માન કરવું જોઈએ. તેની સાથે વાદ વિવાદ કરવાથી સમાજમાં આપણને કોઈ સારા સમજશે નહીં. અને આપણી પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોંચશે. માટે તેની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો જોઈએ નહીં. જો એ પ્રકારની પરિસ્થિતિ ઊદભવે તો સમજાવીને મામલાને પુરો કરવો જોઈએ.
ગૃહ સેવક એટલે કે નોકર.
મનુ સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે ગૃહ સેવક એટલે કે નોકરો સાથે કોઈ દિવસ વિવાદ કરવો જોઈએ નહીં. કારણ કે જુનો સેવક તમારી અને તમારા પરિવારની ગુપ્ત વાતો જાણે છે. વાદ વિવાદ કરવાથી આ ગુપ્ત વાતો સાર્વજનિક થઈ શકે છે. જેનાથી તમારા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. આ માટે નોકરો સાથે વાદ વિવાદ કરશો નહીં.
જમાઈ.
પુત્રીનો પતિ એટલે કે જમાઈ. ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે જમાઈ પુત્રની સમાન છે. પુત્ર નહી હોવાથી જમાઈ દિકરાની જવાબદારી ઉપાડે છે. તેમજ સસરાની ઉત્તરક્રિયા(પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ) કરવાનો અધિકારી હોય છે. આ માટે જમાઈ સાથે પણ વિવાદ કરવો જોઈએ નહીં. કારણકે તેની અસર તમારી પુત્રીના દાંપત્ય જીવન પર પડી શકે છે.