આહાર નિયંત્રણ માટેના સોનેરી સૂત્રો
આહાર નિયંત્રણ એ આજના સમયની ગંભીર સમસ્યા છે. તે માટે જીવનનાં સાત સોનેરી સૂત્રો, જે આપની મુશ્કેલી હળવી કરશે.
(૧)જમતી વખતે ટીવી ટાળો : આપની જીંદગીમાં માત્ર ખાવું, પીવું, આરામ કરવો, સર્ફિંગ કરવું વગેરે નિયમો હોય તો શરીરનું વધવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. તેથી નિયમિત આહારમાં હેલ્થી અને હલકો આહાઅ અપનાવો. તમારી થાળીમાં જીભને ભાવે તેવો નહીં પણ શરીરને માફક આવે તેવા આહારને સ્થાન આપો. તમારા રોજના આહાર પર નજર રાખો.
(૨)પાર્ટીમાં જતાં પહેલાં ખાવું પીવું બંધ કરવા : મોટાં શહેરોમાં અવારનવાર કોઈને કોઈ બહાના હેઠળ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આવા સમયે ઘણી વાર પાર્ટીમાં જવાના કારણે અગાઉથી ખાવા-પીવાનું છોડી દેવું. જેમ કે સાંજે પાર્ટીમાં જવાનું હોય તો દિવસનું ભોજન ન લેવું. આ એક ખરાબ ટેવ છે કારણ કે તેમ કરવાથી સાંજના સમયે તમે ઓવર – ઈટિંગ કરશો. એટલે ભોજન ટાળવાની વાતને વાહિયાત ગણાવી. ઓવરઈટિંગથી બચવા તમારે થોડા થોડા સમયના અંતરે અમુક આહાર લેતા રહેવું.
(૩)ઊંડા શ્વાસ લેવામાં બ્રેક લેવો : કેટલીકવાર કંટાળો આવવાના કારણે ક્રોધ અથવા તણાવની અવસ્થામાં જો તમે વધારે ભોજન લેતાં હો તો વિચારો. આવા સમયે મન પરનો તણાવ/દબાણ દૂર કરો. રિલેક્સ થાવ. ઊંડા શ્વાસ લો. તેના પરિણામે તમારી ભાવનાત્મક પરિસ્થિતિ મજબૂત બનશે અને તમને સાચી ભૂખ અને ખાવાનું ભાન થશે.
(૪)જ્યારે નિયંત્રણ પરથી ધ્યાન હટે તો : તમે કાળજી રાખો છો પછી ક્યારેક કોઈની વર્ષગાંઠ, લગ્નદિવસની ઉજવણીમાં તમે થોડી છુટછાટ મુકી બેધ્યાન થાવ છો ત્યારે તરત જ તેનો ખ્યાલ રાખી તેટલા પૂરતી છૂટછાટ લઈ પાછા જે નિયંત્રણો મૂક્યાં છે તેનો અમલ શરૂ કરી દો એટલે તમારી ગાડી પુનઃ પાટા પર આવી જશે.
(૫)કસરત ન કરવાના બહાનાં ટાળો : જેમ ભોજનનાં નિયંત્રણો ઉઠાવો છો તેમ ક્યારેક રોજની કસરતમાં પણ તમે બ્રેક લો છો. એકવાર કસરત ચાલુ કરી એટલે તેને ચાલુ જ રાખો. પ્રયત્ન એવો કરો કે જેથી તેમાં બ્રેક ન પડે. જો સવારે સંજોગવસાત કસરત ન થઈ શકે તો ફુરસદના સમયે થઈ શકે તેવી કસરતો કરો. જેથી તમારી નિયમિતતા જળવાઈ રહે.
(૬)ભોજનની સંખ્યા વધારો પણ તેની માત્રા ઓછી કરતા જાવ : બે વારના બદલે પાંચ વાર ભોજન લો અને ભોજન/નાસ્તામાં તેનું પ્રમાણ ઘટાડતા જાવ. ઘણીવાર એનર્જી અને મેટાબોલિઝમની જાળવણી માટે ખોરાકની જરૂરિયાત રહેતી હોવાથી ભોજનની સંખ્યા વધારો પણ ધ્યાન રાખો દરેક ભોજનમાં ભરપેટ/ભરપૂર ભોજનને સ્થાન ન આપો. તેથી શરીરમાં કેલેરીનું પ્રમાણ જળવાઈ રહેશે.
(૭)ખાવાનું વહેંચીને ખાવો : જ્યારે પણ તક મળે તો તમારું ખાવાનું બીજાને આપો. જેથી તમને માનસિક આનંદ તો મળશે તેની સાથે સાથે સ્વાદ અને પ્રમાણ બંનેને લાભ થશે. ભૂખ સંતોષાશે. સ્વાદની ગ્રંથિઓને પણ સંતુષ્ટિ મળશે અને કેલેરીની જાળવણી પણ સચવાઈ રહેશે.