પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. નિયમિત રીતે પૂજા કરવાથી અનેક લાભ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પૂરા વિધિ-વિધાનની સાથે કરવામાં આવે.
આપણા ધર્મશાસ્ત્રોમાં પૂજાની બાબતે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક વિધાન એવું છે કે પૂજાના સમયે આસન પાથરવાનું. એટલે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવે ત્યારે કે કોઈ હવન કરવામાં આવે છે ત્યારે જે પણ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. તેમને મંત્રો દ્વારા આસન ગ્રહણ કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આસન વગર જો પૂજા કે જાપ કરવામાં આવે તો તે પૂજાથી મળતી ઊર્જા પૃથ્વીમાં ચાલી જાય છે. આસન ઊર્જાને પૃથ્વીમાં જતા રોકી લે છે.
એટલે કહેવાય છે કે દરેક પૂજા કરનાર વ્યક્તિએ પોતાનું અલગ આસન રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક પરિણામ જલદી મળવા લાગે છે. સાથે જ રોજ એક જ આસન ઉપર બેસી પૂજા કરવાથી પૂજાનો સમયે ધ્યાન સ્થિર રહે છે. એ સિવાય જે આસન ઉપર બેસીને પૂજા કરવામાં આવે છે તેને શાસ્ત્રો પ્રમાણે પગેથી ખસેડવું પણ ઉચિત માનવામાં આવતું નથી.