આજના યુવાનો એ સારી પેઠે જાણે છે કે હવે નોકરી મેળવવા અને તેને ટકાવી રાખવાનાં ધોરણો બદલાઈ ગયાં છે. તમામ બાબતોની માહિતી, બુદ્ધિચાતુર્ય, લોકસંપર્ક, લગન, પરિશ્રમ અને નેતૃત્વના ગુણની સાથે જ મેનેજમેન્ટમાં આજે જે જોવામાં આવે છે તે છે સામાન્ય બુદ્ધિ.આ બાબતે કેટલાંક ઉદાહરણ હનુમાનજીના પ્રસ્તુત કર્યા છે. લંકા જતા સમયે તેમને સિંહિકા નામની એક રાક્ષસી મળી, જેને તેમણે મારી નાખી. તે ઇષ્ર્યાની પ્રતીક હતી. તે ઊડતા-ઊડતા લોકોનો પડછાયો જોઈને તેમને પકડીને ખાઈ જતી હતી. હનુમંતલાલજીનો મત છે કે ઇષ્ર્યાને મારી નાખવી જોઈએ. ઇર્ષાળુ લોકો પોતાની ઊર્જા બીજાના નસીબ સાથે લડવામાં લગાવી દે છે, જ્યારે હકીકતમાં મનુષ્યએ પોતાના નસીબ સાથે લડવું જોઈએ, જેથી કરીને તે તેને સારું બનાવી શકે.નસીબ ભલે બદલી ના શકાય, પરંતુ નસીબનો સામનો કરીને પરિસ્થિતિઓમાં પરિવર્તન તો જરૂર લાવી શકાય છે. ત્યાર બાદ તેમને લંકાના દરવાજે લંકાની રક્ષા કરનારી લંકિની નામની રાક્ષસી મળી, તેણે હનુમાનજીને ઓળખી લીધા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો.હનુમાને તેને પણ ઘાયલ કરી નાખી. લંકિની આમ તો રક્ષક હતી, પરંતુ તે રાવણની સેવામાં હતી. જે રક્ષક ખોટી વ્યવસ્થાની સુરક્ષા કરે તેના પર હુમલો કરવો જ જોઈએ. હનુમાનજીની ચતુરાઈ આપણા માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું છે કે,\’વિદ્યાવાન ગુણી અતિચાતુર. રામકાજ કરિબે કો આતુર\’. તેઓ આતુર છે, આળસુ નહીં. જેને રામભક્ત બનવું હોય, હનુમાનભક્ત બનવું હોય તેણે આળસ છોડી દેવી જોઈએ. અધ્યાત્મમાં આળસનું કોઈ કામ નથી અને સાંસારિક જીવનમાં પણ આળસ એક ગુનો છે
પં. વિજયશંકર મહેતા